Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Cheating Case Filed In Police Station For Tour Tickets And Packages

અ'વાદ: દુબઈ, ગોવા અને મનાલી ટુરનું કહી રૂ.1 કરોડ લઇ ભાઇ-બહેન ગાયબ

Bhaskar News, Ahmedabad | May 16, 2017, 02:32 AM IST

  • ગોવાના પાલેલોમ બીચની તસવીર, ગોવાના નામે છેત્તરપિંડી
અમદાવાદ: દુબઈ, ગોવા અને મનાલી ટુરમાં મોકલવાના બહાને લોકો પાસેથી રૂ. 1 કરોડથી વધુ પડાવી ઠગાઈ કરનાર ડેસ્ટીની ગ્રુપના સંચાલક ભાઇ-બહેન સહિત 4 જણાં  સામે નવરંગપુરામાં ફરિયાદ નોંધાઇ છે.  તેમણે 50 લોકોને દુબઈ મોકલવાના બહાને રૂ. 32.84 લાખ પડાવી લીધા હતા. જો કે ગોવા, મનાલી તેમજ અન્ય લોકોને દુબઈ મોકલવાના બહાને આ બધી ઠગાઈ કરાઈ હતી.
 

ગાંધીનગર રહેતા દિનેશભાઇ પટેલ કલોલમાં આવેલી ફાર્મટેક પ્રા.લિ.કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. દિનેશભાઇને મિત્ર રવિ પટેલ સાથે જાન્યુઆરી 2017 ના પહેલા વીકમાં ગોવા જવાનું હોવાથી તેઓ નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી એનિશન કોમ્પ્લેક્સમાં આવેલી ડેસ્ટીની ગ્રુપની ઓફિસમાં મળવા ગયા હતા. જ્યાં તેઓ પાર્થ કલ્પેશભાઇ શાહ અને તેની બહેન અમીબહેન કલ્પેશભાઇ શાહને મળ્યા હતા. જ્યાં દિવ્યેશ જૈન અને કૃણાલ શાહ પણ હાજર હતા.

આગળ વાંચો,  અમદાવાદની રીર્ટન કન્ફમની ટિકિટ આપી
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cheating case filed in police station for tour tickets and packages
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended