Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Charge Sheet Against Joint Director ED From Ahmedabad

ઈડીના જોઇન્ટ ડાયરેક્ટર સહિત 4 સામે ચાર્જશીટ દાખલ કરાઈ

Bhaskar News, Ahmedabad | Apr 21, 2017, 02:09 AM IST

  • ઈડીના જોઇન્ટ ડાયરેક્ટર સહિત 4 સામે ચાર્જશીટ દાખલ કરાઈ,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ કરોડાના સટ્ટા બેટીંગ કૌભાંડમાં આરોપીઓ પાસેથી નાણાં લેવાના મામલે ઇડીના જોઇન્ટ ડાયરેક્ટર જે.પી. સિંગ, આસિટન્ટ ડાયરેક્ટર સંજય કુમાર સહિત ચાર આરોપીઓ સામે સીબીઆઇએ ચાર્જશીટ રજુ કર્યું છે.  

સટ્ટાબેટીંગ કેસમાં આરોપીઓ સામેની તપાસમાં ઢીલાસ માટે ઇડીના અધિકારી જે.પી. સિંગ, સંજયકુમાર તેમજ વિમલ અગ્રવાલ અને ચંદ્રેશ પટેલની સીબીઆઇએ પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જે કેસમાં તમામ આરોપીઓ સામે સીબીઆઇએ તપાસ કરી હતી. બુકી સોનુ જાલન, જે.કે.અરોરા, ધ્રુવકુમારસિંઘ, જયેશ ઠક્કર, પરેશ પટેલ,અને સુરીન્દર મન્ડી દ્વારા ચલાવવામાં આવતા 2 હજાર કરોડના સટ્ટાબેટિંગ કેસને ઢીલો કરવા માટે આ નાણાંકીય લેવડદેવડ થઇ હોવાનું જાણવા મળે છે. તે ઉપરાંત અફરોઝ ફટ્ટાના 5000 કરોડના હવાલા રેકેટમાં પણ આરોપીઓની તરફેણ કરવા માટે આ લાંચ માગવામાં આ‌વી હતી.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: charge sheet against Joint director ED from ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended