Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Bribe Case From Avas Yojna To Local Corporator From Ahmedabad

અ'વાદ: ગરીબ આવાસના 3 બિલ્ડર પાસેથી રક્ષણ માટે કોર્પોરેટરે 3 કરોડ લીધા

Bhaskar News, Ahmedabad | May 19, 2017, 03:25 AM IST

  • ઝૂપડપટ્ટીઓ તોડવામાં આવે તો જ અહીં ગરીબ આવાસ બની શકે (ફાઇલ તસવીર)
અમદાવાદ:વાડજના સ્લમ રિહેેબિલિટેશન અંતર્ગત ઝૂંપડપટ્ટી તોડીને ગરીબ આવાસ તૈયાર કરવાનાં છે પરંતુ કેટલાક સ્થાનિક આગેવાનો અને ઝૂંપડપટ્ટીના રહીશોના વિરોધને કારણે આવાસ બનાવવાની કામગીરી શરૂ કરાઈ નથી. આ કામગીરીમાં 3 બિલ્ડરને ટેન્ડરો લાગ્યાં હતાં. તેમને નડતર રૂપ ન બનવા અને વિરોધ ખાળવા નારણપુરા મતક્ષેત્રના ભાજપના એક કોર્પોરેટરે 3 બિલ્ડર પાસેથી એક-એક કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા મ્યુ. અધિકારી સૂત્રોમાં સાંભળવા મળી છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વાડજ વિસ્તારમાં 8 હજાર જેટલા ગરીબ આવાસો બનાવવાની યોજના કાર્યરત કરાઇ છે. અહિંયા આવાસો બનાવવા માટે 8 મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે ટેન્ડરમાં 3 અલગ અલગ બિલ્ડરોને ટેન્ડર લાગ્યા હતાં.  જો કે, ઝૂપડપટ્ટીઓ તોડવામાં આવે તો જ અહીં ગરીબ આવાસ બની શકે તેમ છે પણ સ્થાનીક લોકોને આગળ ધરીને કેટલાક સ્થાનીક આગેવાનો આ ગરીબ આવાસોનો ભારે વિરોધ કરી રહ્યા છે.

આઠ મહિના થઇ ગયા હોવા છતા ઝૂંપડપટ્ટી ન દૂર થઇ
જેને કારણે આઠ મહિના વિતી ગયા હોવા છત્તાં પણ અહીંયાથી ઝૂંપડપટ્ટી હટાવવા સુધીની કામગીરી પણ થઇ શકી નથી.  જેને પગલે બિલ્ડરોને પણ નુકસાન જવાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે આ સમગ્ર મામલો થાળે પાડવા માટે ભાજપના એક સિનિયર કોર્પોરેટર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી અને આગેવાનોને તેમને કોઇપણ ભોગે બેસાડી દેવા તેમણે બિલ્ડરો પાસેથી મોટી રકમની લીધી હોવાની મ્યુનિ કોર્પોરેશનમાં ચર્ચાએ વેગ પકડ્યો છે.
 
આગળ વાંચો, વધુ વિગતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bribe case from avas yojna to local corporator from ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended