Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Bhupendrasinh Yadav Arrival First Time At Ahmedabad

બીજેપી પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવનું અેરપોર્ટ પર કર્યુ સ્વાગતઃકાલે બેઠકમાં ભાગ લેશે

divyabhaskar.com | Apr 21, 2017, 21:49 PM IST

  • મોટી સંખ્યામાં એરપોર્ટ પહોંચ્યા બીજેપીના કાર્યકરો
અમદાવાદઃગુજરાતના નવા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે પ્રથમ વખત અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહ ભેર સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. ભપેન્દ્ર યાદવ આવતી કાલે ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાગ લેશે. સોમનાથમાં યોજાનારી ભાજપની આ બેઠકમાં પક્ષના મોટા નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ભાગ લેશે. જ્યાં કાર્યકર્તાઓ તેમજ પક્ષના મોટા નેતાઓ તેમનું સન્માન કરી ગુજરાતના નવા પ્રભારી તરીકે આવકારશે. આ પહેલા દિનેશ શર્મા ગુજરાત ભાજપના પ્રભારી હતા.

સોમનાથમાં યોજાનારી પ્રદેશ કારોબારીની બેઠક સાથે સાઉન્ડ અને લાઇટ શોના કાર્યક્રમ યોજાશે. કાર્યકર્તાઓ પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથના દર્શન કરશે. આ સાથે 500 જેટલા કમળના પુષ્પોથી પૂજા કરવામાં આવશે. વિધાનસભાની બેઠકના અંક 182 છે તેથી 182 વિધાનસભાના દીપ પ્રગટાવાશે. આ ઉપરાંત સોમનાથમાં ભવ્ય આતશબાજી કરવામાં આવશે. સોમનાથના કિનારે રાજકીય માહોલ જામશે જેમાં સ્થાનિક નેતાઓથી લઇને પક્ષના ટોચના પદાધિકારીઓ ભાગ લેશે. આ બેઠકને આવનારી વિધાનસભની ચૂંટણીને અનુલક્ષીને મહત્વની અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, નવા પ્રભારીનું ગુજરાત આગમન અને એરપોર્ટ પર સ્વાગત
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bhupendrasinh yadav arrival first time at ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended