Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Attempt To Rape Case From Ahmedabad Prahlad Nagar Area

પ્રહલાદનગર બિઝનેસ પાર્કમાં રંગારાનો સગીરા પર બળાત્કાર, માતાએ પકડ્યો

Bhaskar News, Ahmedabad | Mar 20, 2017, 02:09 AM IST

  • પ્રહલાદનગર બિઝનેસ પાર્કમાં રંગારાનો સગીરા પર બળાત્કાર, માતાએ પકડ્યો,  ahmedabad city news in gujarati
અમદાવાદ :  પ્રહલાદનગર બિઝનેસ પાર્કની એક ઓફિસમાં કલરકામ કરવા આવેલા યુવાને બિલ્ડિંગમાં કચરા-પોતુ કરવા આવતી 17 વર્ષની યુવતીનું મોંઢુ દબાવી ઓફિસના બાથરૂમમાં લઇ જઇ બળાત્કાર કર્યો હતો. આ અંગે કિશોરીએ તેની વિધવા માતાને ફરિયાદ કરતા માતા ફેંટ પકડીને નરાધમને પકડી લાવી હતી.  

સરખેજ રહેતા રમાબહેન પ્રહલાદનગર પાસેના બિઝનેસ પાર્કમાં ઓફિસોમાં કચરા -પોતાં કરે છે. રમાબહેન સાથે તેમની મોટી દીકરી સપના(17) પણ કામે જાય છે. શનિવારે બપોરે સપના બિઝનેસ પાર્કના બ્લોક નંબર- 4માં ફર્નિચરના લાકડા માટે પૂછવા ગઇ હતી. ત્યારે ઓફિસમાં કલરકામ કરતા અજયકુમાર કિશનચંદ યાદવ(20) સપનાનું મોંઢુ દબાવીને તેને ઓફિસની અંદર લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. લગભગ અડધો કલાક પછી જ્યારે સપના પાછી આવી ત્યારે તેના કપડાં ફાટેલાં હતાં અને તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું.

જેથી રમાબહેને પૂછતા સપનાએ સઘળી હકીકત જણાવી હતી. ઘટનાની જાણ થતા બિલ્ડિંગમાં હાજર લોકો ભેગા થઇ ગયા હતા. જ્યારે રમાબહેન ઓફિસમાં ગયાં હતાં અને ફેંટ પકડીને  અજયકુમારને પકડી લાવ્યા હતા. જ્યારે બીજી બાજુ સપનાને 108 માં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ અંગે સપનાની માતાની માતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજયકુમારની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એસીપી કલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે અજયકુમાર ઉત્તર પ્રદેશનો વતની છે અને 1 મહિના પહેલા જ અમદાવાદ આવ્યો હતો. (માતા અને દીકરી બંનેના નામ બદલેલ છે)
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: attempt to rape case from ahmedabad prahlad nagar area
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended