Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Weather Status With Temperature Figure

અમદાવાદમાં દિવસભર ગરમ અને સૂકા પવનથી લોકો ત્રસ્ત થયા

Bhaskar News, Ahmedabad | Mar 20, 2017, 01:55 AM IST

  • અમદાવાદમાં દિવસભર ગરમ અને સૂકા પવનથી લોકો ત્રસ્ત થયા,  ahmedabad city news in gujarati
અમદાવાદઃદક્ષિણ-પૂર્વીય રાજસ્થાન વિસ્તારમાં અપર એર સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ, દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઉત્તર-પશ્ચિમી ગરમ સૂકા પવનોને કારણે ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ઊઠ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવા છતાં ગરમીને કારણે લોકોએ દિવસ દરમિયાન ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું.

 રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુેલેશનની અસરને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 2 ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી જેટલું ગગડીને 21.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી શહેરમાં ગરમીમાં ઘટાડો થવો જોઇએ પણ દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવનોને કારણે લોકો ગરમીથી પરેશાન થઇ ઊઠ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવા છતાં ગરમીથી બચવા લોકોએ ગરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેને કારણે બપોરે શહેરનાં રસ્તાઓ સૂના જોવા મળ્યા હતા.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad weather status with temperature figure
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended