Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Have Weather Change And Temperature Rise

હવામાનઃ 38.8 ડિગ્રી સાથે ભુજ સૌથી વધુ ગરમ, અમદાવાદ 35.8 ડીગ્રી

Bhaskar News, Ahmedabad | Mar 21, 2017, 03:02 AM IST

  • હવામાનઃ 38.8 ડિગ્રી સાથે ભુજ સૌથી વધુ ગરમ, અમદાવાદ 35.8 ડીગ્રી,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ બેવડી સિઝન વચ્ચે રાજ્યમાં ઉનાળાની જમાવટ થઇ રહી છે, સોમવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી હતો. રાજ્યમાં સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર બન્યું હતું.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં ગરમીના પ્રકોપને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. તેમજ આગામી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી દિવસે ગરમી અને મોડી સાંજ બાદ ઠંડકનું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય પવનો શરૂ થયાં છે, પણ મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19થી 23 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેમાં રાજ્યનાં નવ શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી જતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થ‌વાની શક્યતા છે.

ક્યાં કેટલું તાપમાન
અમદાવાદ -35.8
ભુજ -38.8
નલિયા- 37.6
અમરેલી- 37.2
સુરેન્દ્રનગર- 37.0
વિદ્યાનગર -36.8
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad have weather change and temperature rise
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended