Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Famous Model Khusbhu Bhatt Suicide

અમદાવાદઃ મોડલનો આપઘાત, થયા હતા છૂટાછેડા, માતાએ પણ કર્યો'તો આપઘાત

Bhaskar News, Ahmedabad | Mar 21, 2017, 18:02 PM IST

  • ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખુશ્બુએ ગળાફાંસો ખાધો હતો
અમદાવાદ: સેટેલાઇટ જોધપુર ગામમાં રહેતી જાણીતી મોડલ તેમજ એન્કર ખુશ્બુ ભટ્ટે તેના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. 92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી. તેનો ભાઇ અમેરિકા હોવાથી હાલ તેની રાહ જોવાઇ રહી છે. બે દિવસ બાદ અંતિમવિધિ થશે. મળેલી માહિતી અનુસાર ખુશ્બુએ પ્રેમલગ્ન બાદ છૂટાછેડા લીધા હતા. તો તેની માતાએ પણ થોડા વર્ષો અગાઉ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. 
 
ખુશ્બુની મોડેલિંગની દુનિયામાં આગવી ઓળખ હતી
 
સેટેલાઇટ ઇશરો પાછળ આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી ખુશ્બુ મિનેષભાઇ ભટ્ટ (ઉ.વ.27)એ તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ખુશ્બુ મોડલિંગ કરતી હતી તેમજ જાણીતી કંપનીઓની ઇવેન્ટમાં એન્કરીંગનું કામ પણ કરતી હતી. શરીર ઉપર જાતભાતના ટેટુ દોરાવનારી ખુશ્બુની મોડેલિંગની દુનિયામાં આગવી ઓળખ હતી.
 
આગળ વાંચો...બેકારીના કારણે ડિપ્રેશનમાં આવી ગઈ હોવાની વાત
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad Famous Model Khusbhu Bhatt suicide
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended