Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Board Exam Special Story From Physical Disable

પેટમાં 15 ટાંકા છતાં એમ્બુલન્સમાં જઈ બોર્ડની પરીક્ષા આપે છે

Pratik Bhatt, Ahmedabad | Mar 18, 2017, 00:54 AM IST

  • બેસી કે સૂઈ શકતો ન હોવા છતાં તે અલાયદા રૂમમાં પરીક્ષા આપે છે.
અમદાવાદઃ15મી માર્ચથી શરૂ થયેલી ધો 10ની પરીક્ષા પહેલા પેટમાં અસહ્ય દુખાવાના કારણે પેટમાંથી ચાર ઈંચ આંતરડું કાપવામાં આવ્યું છે, 15 ટાંકા લેવામાં આવ્યા છે. હાલમાં પથારીવશ હોવા છતાં એમ્બુલન્સમાં બેસીને મેમનગરની શારદા વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવી રહ્યો છે. માત્રને માત્ર અડગ મનોબળ, શિક્ષક-માતા-પિતાના સાથ-સહકારથી તે યોગ્ય રીતે  બેસી કે સૂઈ શકતો ન હોવા છતાં તે અલાયદા રૂમમાં પરીક્ષા આપે છે.

અલય કહે છે કે, ‘વર્ષના પ્રારંભથી ધો 10ની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી હતી, પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ પણ સારું આવ્યું હતું, પરંતુ પરીક્ષાના થોડાક દિવસો પહેલા પેટમાં-આંતરડાનો દુખાવો થયો. ઓપરશન કરાયું. આ સ્થિતિમાં મારા માર્ગદર્શક પંકજ સર, માતા-પિતાએ હિંમત ન હારવાની સલાહ આપી.જેના કારણે મારે પણ કોઈ પણ ભોગે પરીક્ષા ન આપીને વર્ષ બગાડવું નથી તેવી લાગણી
તીવ્ર બની.
 
પરીક્ષા વખતે પણ પેટમાં સર્જરી
અલયના માર્ગદર્શક પંકજ પટેલ કહે છે , ‘પરીક્ષા ટાણે જ પેટમાં સર્જરીથી અલય થોડોક વિચલિત છે, પરંતુ કોઈ પણ ભોગે ધો 10ની પરીક્ષા પાસ કરવાનો જુસ્સો-કાબિલે તારીફ છે.’ અલયના માતા જિજ્ઞાબહેન અને પિતા હિતેન્દ્રભાઈ કહે છે કે, ‘અભ્યાસમાં તેજસ્વી અમારા પુત્રો વર્ષ દરમિયાન ધોરણ 10ની પરીક્ષા ખૂબ સારા માર્કસ સાથે પાસ કરી છે. સરેરાશ 90 ટકા કરતા વધારે માર્કસ લાવે છે. જો કે આ વખતની પરીક્ષામાં સ્થિતિ જુદી હોવાથી અમે તેને માત્રને માત્ર ધો 10ની પરીક્ષા ક્લિયર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.’ શારદા વિદ્યામંદિર સ્કૂલના પ્રિન્સિપાલ એસ સી બારોટે કહ્યું હતું કે,‘અમે ઉચ્ચ સત્તાવાળાઓની મંજૂરી સાથે અલયને ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પેશિયલ ખંડમાં પરીક્ષા  આપવા માટેની વ્યવસ્થા કરી છે.’
આગળ વાંચો, વધુ વિગતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ahmedabad board exam special story from physical disable
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended