Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Air Port To Be Private Soon For New Setup

અમદાવાદ: એરપોર્ટ ટર્મિનલનું સંચાલન મે સુધીમાં ખાનગી કંપનીને સોંપાશે

Bhaskar News, Ahmedabad | Mar 19, 2017, 09:11 AM IST

  • અમદાવાદ: એરપોર્ટ ટર્મિનલનું સંચાલન મે સુધીમાં ખાનગી કંપનીને સોંપાશે,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સહિત અન્ય એરિયાનું સંચાલન અને મેઈન્ટેનન્સ ખાનગી કંપનીને સોંપવાની કવાયાત ચાલી રહી છે. આ બંને એરપોર્ટના સંચાલન માટે 11 કંપનીઓએ રસ દાખવ્યો છે. આ કંપનીઓના બીડ સહિત અન્ય કામગીરી પૂર્ણ કર્યા બાદ મેના અંત સુધીમાં આ બંને એરપોર્ટ ખાનગી કંપનીને સોંપી દેવાશે. અગાઉ બે ‌વાર ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કર્યા બાદ પૂર્ણ થઈ શકી ન હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જરોને સારી સુવિધા માટે ટર્મિનલ બિલ્ડિંગ, પેસેન્જર બોર્ડિંગ એરિયા, એપ્રોન એરિયા સહિત કેટલાક વિસ્તારોના સંચાલન અને મેઈન્ટેનન્સ ખાનગી કંપનીને સોંપાશે. 7 માર્ચે 11 કંપનીઓએ પ્રીબિડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં જીએમઆર, જીવીકે, અદાણી પોર્ટ સહિત 11 કંપનીઓએ અમદાવાદ એરપોર્ટ માટે તેમજ 11માંથી 6 કંપનીઓએ જયપુર  એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના સંચાલન માટે રસ દાખવ્યો હતો.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad air port to be private soon for new setup
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended