Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Accuse Bite To Prosecutor During Court Case At Ahmedabad

બુટલેગરે દાંતને હથિયાર બનાવ્યા,કોર્ટનું તારણ: ફરિયાદની બચકું ભર્યું

Bhaskar News, Ahmedabad | Apr 20, 2017, 00:38 AM IST

  • બુટલેગરે દાંતને હથિયાર બનાવ્યા,કોર્ટનું તારણ: ફરિયાદની બચકું ભર્યું,  ahmedabad city news in gujarati
અમદાવાદઃપિપળજમાં ઘર આંગણે દારૂ નહીં વેચવા માટે થયેલા ઝઘડામાં પીઠ પાછળ બચકું ભરનાર આરોપીને કોર્ટે દોષિત ઠરાવી 6 માસની સજા અને રૂ.500 ના દંડનો આદેશ કર્યો છે. જ્યારે અન્ય 2 આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.ડી.શર્માએ આરોપીને સજા કરતા ઠરાવ્યું  હતું કે, ઝઘડા દરમિયાન આરોપીએ દાંતનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. અને ફરિયાદીની પીઠ પાછળ દાંતના નિશાન મળી આવ્યાના પુરાવાને ધ્યાને રાખી સજા કરવામાં આવે છે.

પિપળજ ઠાકોર વાસમાં 7 જુલાઇ 2006ના રોજ રાત્રીના સમયે ભીખુભા વાઘેલા પંકજ જોષીના ઘર આંગણે દારૂ વેચતો હતો. આથી પંકજે ઘરના ઝાંપા પાસે દારૂ નહીં વેચવા અંગે વાઘેલાને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાઇ ગયેલા વાઘેલાએ પંકજની પીઠ પાછળ જોરથી બચકું ભર્યું હતું. પંકજ જોષીએ આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભીખુભા વાઘેલા, ચંદ્રસિંહ વાઘેલા અને ગુલાબબેન વાઘેલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

આરોપીએ બચકુ ભરી જીવલેણ હુમલો કર્યો
આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.એ.તોમરે લેખિતમાં દલીલો આપીને રજૂઆત કરેલી કે, આરોપીએ બચકું ભરીને જીવલેણ હુમલો કર્યો છે.  મેડિકલ તપાસમાં ફરિયાદીની પીઠ પાછળ દાંતના નિશાન મળી આવ્યા છે. આરોપીએ દાંતનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હોવાથી ભારતીય ફોજદારી ધારાની કલમ 324 હેઠળ આરોપીને સખ્ત સજા કરવી જોઇએ.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: accuse bite to Prosecutor during court case at ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended