Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Aanadiben Patel Have Suffer From Cat Voice At Night

આનંદીબેનનાં ઘરને જંગલી બિલાડાએ માથે લીધું,‘આખી રાત અવાજો કરે છે!!’

Bhaskar News, Ahmedabad | May 19, 2017, 11:12 AM IST

  • પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શીલજ વિસ્તારમાં રહે છે
અમદાવાદ:  પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના ઘરને કેટલાક દિવસોથી જંગલી બિલાડાએ માથે લીધું હતું. ઘરમાં ઘૂસીને બિલાડો આખી રાત અવાજો કરી, ઘરવખરી પાડી દેતો હતો. ઘણા પ્રયાસો છતાં બિલાડાનો ત્રાસ દૂર ન થતાં તેમના નોકરે ઝૂમાં ફરિયાદ કરી હતી. જેના આધારે બુધવારે ઝૂની ટીમે તેમના ઘરે પહોંચીને બિલાડાને પાંજરે પૂર્યો હતો.

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શીલજ વિસ્તારમાં રહે છે. અહીં તેમના નિવાસસ્થાને છેલ્લા કેટલાક દિવસથી એક જંગલી બિલાડો પેંધો પડી ગયો હતો. જાણે તેણે દૈનિક ક્રમ બનાવ્યો હોય તેમ રાત્રે આવીને તેમના ઘરે આખી રાત અવાજો કરે. ઘરમાં ઘૂસી જાય અને ઘરવખરી સહિતનો સામાન પાડીને આમતેમ ભાગ્યા કરે. ફિલ્મમાં દ્રશ્ય જોવા મળતું હોય તેમ આ બિલાડાએ ભારે આતંક મચાવી દીધો હતો. ઘરના તમામ સભ્યો બિલાડાના કારણે હેરાન થઈ ગયા હતા.

નોકરોએ ઝૂમાં ફરિયાદ કરી
નોકરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છતાં બિલાડો નીકળતો ન હતો. અંતે નોકર દ્વારા મંગળવારે ઝૂમાં ફરિયાદ કરી હતી. તેમણે કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે, અમારા ઘરના સંકુલમાં જે અન્ય બિલાડી રહે છે તેને પણ તે બિલાડો બચકાં ભરે છે. રાતભર થતા અવાજ અને ઘરની વસ્તુઓ ફેંકતો હોવાના કારણે ભારે હેરાનગતિ થાય છે. જેને પગલે બુધવારે ઝૂની ટીમ ગઈ હતી અને સમયસૂચકતાનો ઉપયોગ કરી અહીં પાંજરું મૂકી દીધું હતું. છેવટે  તેમાં બિલાડાને મૂકી ઝૂમાં લઈ જવાયો હતો.
 
આગળ વાંચો, અમને ફરિયાદ મળતા બિલાડાને પકડ્યો હતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aanadiben patel have suffer from cat voice at night
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended