Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» A Lady Kidnapped By Kindnapper From Ahmedabad Leave Her At Mehsana

LLBની પરીક્ષાના છેલ્લા દિવસે વિદ્યાર્થિનીનું અપહરણ:રિક્ષામાંથી સ્પ્રે કરાયું

Bhaskar News,Ahmedabad | Apr 21, 2017, 03:24 AM IST

  • LLBની પરીક્ષાના છેલ્લા દિવસે વિદ્યાર્થિનીનું અપહરણ:રિક્ષામાંથી સ્પ્રે કરાયું,  ahmedabad city news in gujarati
અમદાવાદઃએસવી કૉલેજના એલએલબી ફર્સ્ટયરની વિદ્યાર્થિનીનું 18 એપ્રિલએ રિક્ષામાં અપહરણ કરી બેભાન કર્યા બાદ તેને મોડી રાતે મહેસાણાના નાગલપુર રોડ પર છોડી દેવાઈ હોવાની ઘટના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો કે આ ઘટનામાં યુવતીના કોઈ દાગીના કે અન્ય મિલકત ચોરાઈ હોય તેવો કોઈ ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કર્યો નથી.

બાપુનગરના પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતી રીના પટેલનો પતિ દેવેન્દ્ર સીજી રોડ પરની ડીએમએ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરે છે. રીનાને એલએલબીના પહેલા વર્ષની પરીક્ષા ચાલતી હતી. આથી તે 15 દિવસથી કલાપીનગરમાં પિતા નરેશ કશ્યપના ઘરે રહેવા ગઈ હતી. 18 એપ્રિલે બપોરે લો ગાર્ડન સ્થિત જીએલએસ કેમ્પસમાં પ્રિન્સિપલ ઓફ પોલિટિક્સનું છેલ્લું પેપર હતું. સાંજના 5 વાગ્યે પરીક્ષા પૂરી બાદ રીના 5.45 વાગે કલાપીનગર જવા અપનાબજાર ખાતે રિક્ષાની રાહ જોતી ઊભી હતી.

દરમિયાન એક રિક્ષાચાલક સિવિલ જવાની બૂમ પાડી ત્યાંથી પસાર થયો હતો. આથી રીના એ રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષામાં પહેલેથી જ બુરખો પહેરેલી 2 સ્ત્રી હતી જ્યારે રિક્ષાના ડ્રાઇવરે મોંઢે રૂમાલ બાંધી રાખ્યો હતો. રિક્ષા સિવિલ હૉસ્પિટલ તરફ જવાની જગ્યાએ તેની ઊંધી દિશામાં જવા લાગતાં તેણે ડ્રાઇવરને પૃચ્છા કરતાં બુરખો પહેરેલી એક સ્ત્રીએ રીનાના મોં પર સ્પ્રે છાંટ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: a lady kidnapped by kindnapper from ahmedabad leave her at mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended