Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» A Lady Get His Luggages After 40Hrs From Ahmedabad Air Port

ટોરન્ટોથી નીકળેલી મહિલા 40 કલાકે અમદાવાદ આવી, એ પણ તૂટેલી

Omkarsinh Thakur, Ahmedabad | Mar 17, 2017, 03:16 AM IST

  • ટોરન્ટોથી નીકળેલી મહિલા 40 કલાકે અમદાવાદ આવી, એ પણ તૂટેલી,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ ટોરોન્ટો (કેનેડા)થી અમદાવાદ આવતા સામાન્ય રીતે પેસેન્જરોને 18 કલાકનો સમય લાગે છે. પરંતુ ગત સપ્તાહે ટોરોન્ટોથી લંડન થઈ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવેલી જાગૃતિ શાહ 40 કલાકે પહોંચી હતી. તેમાં પણ તેની બે બેગ તો આવી જ નહી. એર ઇન્ડિયાએ 9 દિવસ બાદ મહિલાની બેગ કુરિયરમાં મોકલાવી પરંતુ તે સંપૂર્ણ તૂટેલી હતી. મહિલાએ તૂટેલી બેગ રિપ્લેસ કરવાની માગણી કરતા એર ઇન્ડિયાના અધિકારીઓએ તેની સાથે ઉદ્ધત વર્તન કરવાની સાથે બેગ રિપ્લેસ કરવાના બદલે રિપેર કરી આપવા જણાવ્યું હતું.

જાગૃતિ શાહે જણાવ્યું કે, તેઓ 5 માર્ચે લંડન થઈ અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેમની ફ્લાઈટ લેટ હોવાથી લંડન હિથ્રો એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની અમદાવાદ આવતી કેન્ટિંગ ફ્લાઈટ નીકળી ગઈ હતી. જેથી તેઓ લંડન એરપોર્ટ પર એર ઇન્ડિયાની ઓફિસે ગયા ત્યારે ત્યાંના અધિકારીઓ જણાવ્યું હતું કે, હવે ઓફિસ સાંજે 5 વાગે ખુલે ત્યારે આવજો. તેમને લગભગ 5 કલાક સુધી એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું. તેઓ સાંજે એર ઇન્ડિયાના અધિકારીઓને મળ્યા તેમણે એર ઇન્ડિયાની દિલ્હી જતી ફ્લાઈટમાં વ્યવસ્થા કરતા તેઓ દિલ્હી અને ત્યાંથી અમદાવાદ આવ્યા. (મહિલાનું નામ બદલેલ છે)
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A lady get his luggages after 40Hrs from Ahmedabad Air port
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended