Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» 79 Year Old Teacher Donates Her Body After Death

અ'વાદ: જીવ્યાં ત્યાં સુધી નિ:સ્વાર્થભાવે વિદ્યાર્થીને ભણાવ્યાં, મૃત્યુ પછી દેહ સમર્પિત કરી દીધો

Bhaskar News, Ahmedabad | Feb 13, 2017, 01:41 AM IST

  • અ'વાદ: જીવ્યાં ત્યાં સુધી નિ:સ્વાર્થભાવે વિદ્યાર્થીને ભણાવ્યાં, મૃત્યુ પછી દેહ સમર્પિત કરી દીધો,  ahmedabad city news in gujarati
અમદાવાદ:મણિનગરનાં નિવૃત્ત શિક્ષિકાએ દેહદાન કર્યું છે. મૃત્યુ પછી પણ શિક્ષણ આપવાની મણિનગરનાં નિવૃત્ત શિક્ષિકાની અંતિમ ઇચ્છા તેમના પુત્રે પૂરી કરી છે. 79 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા ગાયત્રીબહેન રજનીકાંત મહેતાનું 4 ફેબ્રુઆરીએ મૃત્યુ થયું હતું. તેમના પુત્રે શ્રીમતી એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં તેમના દેહનું દાન કર્યું છે. ગાયત્રીબહેનના પતિ રજનીકાંત મહેતાનું પણ દેહદાન કરવામાં આવ્યું હતું.
 
ગાયત્રીબહેન મહેતાએ 29 વર્ષ સુધી પાલડી દીવાન બલ્લુભાઈ રાજનગરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી. 10 દિવસથી તેઓ બીમાર હોય તેમનું મૃત્યુ થયું હતું. તેમણે મૃત્યુ બાદ તેમના દેહનું દાન કરવામાં આવે એવી ઇચ્છા તેમના દીકરા કૌશલ મહેતા સામે રજૂ કરી હતી. એ વાત ગાયત્રીબહેને ડાયરીમાં પણ લખી હતી. માતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે પુત્ર કૌશલે તેમના દેહને ‘શ્રીમતી એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ’માં દાન કર્યો હતો. ગાયત્રીબહેનના પતિ રજનીકાંતભાઈનું નિધન 2010માં થયું હતું. જેમની પણ ઇચ્છા દેહદાનની હોઈ પુત્ર કૌશલે પિતાના દેહનું દાન આ જ કૉલેજમાં કર્યું હતું.
 
આ વિશે કૌશલ મહેતાઅે જણાવ્યું હતું કે, ‘મારાં મમ્મી શિક્ષિકા હતાં. તેમની ઇચ્છા હતી કે તેમનો દેહ પણ મૃત્યુ બાદ વિદ્યાર્થીઓના જ કામમાં આવે. તેથી મારાં માતા-પિતા વિદ્યાર્થીઓ માટે દેહદાન કરવાનું નક્કી કર્યું હતું, જેથી અમે બંનેના દેહનું દાન કર્યું છે. આ વાત મારી માતા તેમની ડાયરીમાં પણ લખતાં ગયાં છે.’ માતાપિતાથી પોતાને પણ પ્રેરણા મળી છે એમ જણાવતાં કૌશલ મહેતાએ જણાવ્યું હતું કે, ‘માતા-પિતા પાસેથી મને પ્રેરણા મળી છે. તેથી હું નેત્રદાન અને દેહદાન કરીશ. જેથી મારી આંખથી કોઈને રોશની મળે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 79 year old teacher donates her body after death
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended