Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» 22 Buki's Call Detail In IPL Fixing

IPL ફિક્સિંગનો રેલો આવ્યો અમદાવાદ સુધી, ક્રાઈમ બ્રાન્ચ થઈ દોડતી

Sarfaraz Sheikh, Ahmedabad | May 22, 2013, 00:23 AM IST

- ક્રાઈમ બ્રાન્ચે ૨૨ બુકીઓની કોલ ડિટેઈલ કઢાવી
- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ પકડાયેલા બુકીઓની પણ તપાસ શરૂ કરાઈ


સ્પોટ ફિક્સિંગકાંડનો રેલો ગુજરાત અને તેમાંય અમદાવાદ સુધી આવતાં ક્રાઈમ બ્રાન્ચે આખરે સત્તાવાર રીતે બુકીઓને ઝબ્બે કરવા સત્તાવાર રીતે તપાસ હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રિકેટ સટ્ટાની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે તેમણે અગાઉ પકડાયેલા ૨૨થી વધુ બુકીઓની કોલ ડિટેઈલ કઢાવી છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે એ તપાસ કરશે આ બુકીઓ હવે શું કરી રહ્યા છે અને કોના કોના સંપર્કમાં છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચે બુકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ' બોબડી’ કાર્ડ બનાવનારા અને વેચનારાઓનો અંગે પણ તપાસ હાથ ધરી છે. દસેક મહિ‌ના પહેલા વસ્ત્રાપુરે ક્રિકેટ સટ્ટાની એક રેડ દરમિયાન બોબડી કાર્ડ કબજે કર્યા હતા. આ કાર્ડ મંગાવી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હતું કે તેઓ અગાઉ પકડાયેલા બુકીઓને રૂબરૂ બોલાવી પણ પૂછપરછ કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અરૂણકુમાર શર્માએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમોને બોબડી કાર્ડની અને અગાઉ પકડાયેલા બુકીઓની તપાસમાં લગાવી દેવાઈ છે.

આગળ વાંચો, બુકીનો ફોન રણકતાં જ બોબડી કાર્ડ બોલવા માંડે છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 22 buki's call detail in IPL fixing
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended