Home »Maharashtra »Latest News »Mumbai» Weather Updates And Declaration For Compensation

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મૃત્યુ પામનારના કુટુંબને 4 લાખની મદદ

Bhaskar News, Mumbai | Mar 17, 2017, 03:06 AM IST

  • મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મૃત્યુ પામનારના કુટુંબને 4 લાખની મદદ,  mumbai news in gujarati
સોલાપુરઃરાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના કુટુંબને 4 લાખ રૂપિયાની મદદ આપવાની ઘોષણા કૃષિ રાજ્યમંત્રી સદાભાઉ ખોતે કરી હતી. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલ વ્યક્તિ ખેડૂત હશે તો એના કુટુંબીજનોને ગોપીનાથ મુંડે અકસ્માત વિમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની મદદ કરવાની સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.  સદાભાઉ ખોતે પંઢરપુરના કરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો કયાસ કાઢ્યો હતો. એ સમયે કમોસમી વરસાદમાં મૃત્યુ પામનારા વ્યક્તિના વારસદારોને 4 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે એવી ઘોષણા તેમણે કરી હતી.

રાજ્યમાં ઠેકઠેકાણે કમોસમી વરસાદ પડ્યો છે. એનો સર્વાધિક ફટકો પરભણી, બીડ, નાંદેડ, ઉસ્માનાબાદ, લાતુર જિલ્લાઓને પડ્યો છે. સોલાપુરમાં પણ પંઢરપુર સહિત મંગળવેઢા, મોહોળ, અક્કલકોટ અને દક્ષિણ સોલાપુરમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. એમાં દ્રાક્ષના બગીચાઓ સહિત જુવાર, ઘંઉ, ચણાના પાકનું નુકસાન થયું છે. બીડ જિલ્લામાં વીજળી પડવાથી 5ના મૃત્યુ થયા હતા. લાતુર, ઉસ્માનાબાદ જિલ્લામાં કરા પડવાથી પાકનું નુકસાન થયું છે. અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું આર્થિક ગણીત ખોરવાઈ જવાનો ડર વ્યક્ત થઈ રહ્યો છે.  દ્રાક્ષના બગીચાઓમાં તૈયાર થયેલી દ્રાક્ષ કાઢવામાં આવી રહી હતી ત્યાં અચાનક પડેલા કમોસમી વરસાદ અને કરાથી દ્રાક્ષના બગીચાઓને ફટકો પડ્યો છે. આ માવઠાથી સામાન્ય ખેડૂતો સહિત દ્રાક્ષના બગીચાઓના માલિકની ઉંઘ પણ ઊડી ગઈ છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Weather updates and declaration for compensation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended