Home »Maharashtra »Latest News »Mumbai» Water Tankers For Now Independent Health License Mandatory At Mumbai

મુંબઈ: પાણીના ટેંકર માટે હવે સ્વતંત્ર આરોગ્ય લાઈસંસ ફરજિયાત

Bhaskar News, Mumbai | Apr 05, 2017, 03:43 AM IST

  • મુંબઈ: પાણીના ટેંકર માટે હવે સ્વતંત્ર આરોગ્ય લાઈસંસ ફરજિયાત,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ મહાપાલિકાએ પાણી પૂરું પાડતા ટેંકરો માટે વોટર ટેંકર ધોરણનો મુસદ્દો જાહેર કર્યો હતો. મહાપાલિકાના નવા ધોરણ અનુસાર મહાપાલિકાનું પાણી પૂરું પાડતા દરેક ટેંકર માટે હવે સ્વતંત્ર આરોગ્ય લાયસંસ ફરજિયાત કર્યું છે. મહાપાલિકાએ મુંબઈમાં ટેંકરમાં પાણી ભરવા માટે અત્યારે 18 ટેંકર ફિલિંગ પોંઈટ શરૂ કર્યા છે. મુંબઈમાં પાણીની જરૂરિયાત ધ્યાનમાં લેતા ટેંકર ફિલિંગ પોંઈટની સખ્યા 50 સુધી વધારવાનો પ્રસ્તાવ છે.

મુંબઈગરાઓના આરોગ્યને ધ્યાનમાં રાખતા મહાપાલિકાએ ટેંકર ફિલિંગ પોંઈટ પર પાણી ભરવા માટે નવું ધોરણ તૈયાર કર્યું છે. એ અનુસાર પાણી ભરવાના આ 18 પોંઈટ પર નાઈટ વિઝન સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. એના દ્વારા ટેંકરનો નોંધણી ક્રમાંક, ટેંકર પર લાયસંસ નંબર, ડ્રાઈવરનો ચહેરો વગેરેનું શૂટિંગ કરવામાં આવશે. આ ટેંકર પર મહાપાલિકાનું પીવાનું પાણી એવો ઉલ્લેખ ભૂરા રંગના અક્ષરમાં કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ ટેંકરમાં પીવાના પાણી સિવાય અન્ય કોઈ પણ પાણી ભરવા મનાઈ ફરમાવવામાં આવી છે. ટેંકરનો ડ્રાઈવર અને સંબંધિત કર્મચારીમાંથી કોઈને પણ સંસર્ગજન્ય રોગ થયો ન હોય એની તકેદારી રાખવાની જવાબદારી સંબંધિત ટેંકર કોન્ટ્રેકટરે લેવી પડશે. આ પ્રસ્તાવિત ધોરણનો મુસદ્દો મહાપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. નાગરિકોને 15 એપ્રિલના બપોરે 4 વાગ્યા સુધી સૂચના અને પ્રતિક્રિયાઓ મોકલવાનું નિવેદન કરવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Water Tankers For Now Independent Health License Mandatory at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended