Home »Maharashtra »Latest News »Mumbai» Vivek Oberoi Donated 25 Home To The Family Of Martyrs In Mumbai

મુંબઈ: વિવેક ઓબેરોયે શહીદોના કુટુંબને 25 ઘર દાનમાં આપ્યા

Bhaskar News, Mumbai | May 13, 2017, 23:21 PM IST

  • મુંબઈ: વિવેક ઓબેરોયે શહીદોના કુટુંબને 25 ઘર દાનમાં આપ્યા,  mumbai news in gujarati
 
મુંબઈ: અભિનેતા વિવેક ઓબેરોયે ડ્યુટી નિભાવતી વખતે માર્યા ગયેલા સીઆરપીએફના 25 જવાનોના કુટુંબોને ઘર આપ્યા હતા. થાણે જિલ્લામાં વિવેકની કંપની દ્વારા બાંધવામાં આવેલ રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં આ ઘર આવેલા છે. આ વર્ષે 11 માર્ચના છતીસગઢના સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં માર્યા ગયેલા સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 3 શહીદ જવાનો સહિત કુલ 4 કુટુંબને ઘર આપવામાં અાવ્યા છે અને બાકીના 21 ઘર પેરામિલિટરી ફોર્સને ટૂંક સમયમાં આપવામાં આવશે એમ સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
 
રાજ્યમાં આ ઘર આવેલા હોવાથી મહારાષ્ટ્રના શહીદ જવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.  સીઆરપીએફે આ પગલું ભરવા માટે ટ્વિટર પર વિવેકને અભિનંદન આપ્યા હતા. મહારાષ્ટ્રના શહીદ થયેલા 21 જવાનોના નામની યાદી ઓબેરોયની કંપનીને આપવામાં આવશે જેથી તે ઘર ફાળવી શકે એમ આ અધિકારીએ જણાવ્યું હતું. આ તમામ ઘર મુંબઈ નજીકના થાણે જિલ્લામાં આવેલ બે ઈમારત કર્મ રેસિડેન્સિ અને કર્મ પંચતત્ત્વમાં આવેલ છે. 
 
અભિનેતા અક્ષયકુમારે તાજેતરમાં છતીસગઢમાં 11 માર્ચના નક્સલવાદીઓએ કરેલા હુમલામાં માર્યા ગયેલા જવાનોમાંથી 12 જવાનોના કુટુંબને દરેકને 9 લાખ રૂપિયા દાનમાં અાપ્યા હતા. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલે પણ 12 કુટુંબને દરેકને 50 હજાર રૂપિયા દાનમાં આપ્યા હતા. સેંટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (સીએપીએફ)ના શહીદ જવાનો અને અધિકારીઓના કુટુંબને નાગરિકો દાન આપી શકે એ માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે વેબસાઈટ શરૂ કરી છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vivek Oberoi donated 25 home to the family of martyrs in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended