Home »Maharashtra »Latest News »Mumbai» UP And Maharashtra ATS Arrested Three ISI Agents In Mumbai

યુપી- મહારાષ્ટ્ર ATS દ્વારા ત્રણ ISI એજન્ટોની મુંબઈમાં ધરપકડ

Bhaskar News, Mumbai | May 05, 2017, 03:49 AM IST

  • યુપી- મહારાષ્ટ્ર ATS દ્વારા ત્રણ ISI એજન્ટોની મુંબઈમાં ધરપકડ,  mumbai news in gujarati
મુંબઈ:પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના બે એજન્ટોની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ્સ (એટીએસ) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી ગુરુવારે આપવામાં આવી હતી.

 37 વર્ષીય કુરેશી હવાલા ઓપરેટર છે

એજન્ટોમાં અલ્તાફ કુરેશીની બુધવારે રાત્રે દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાંથી જ્યારે બીજા એજન્ટ જાવેદ ઈકબાલની ગુરુવારે સવારે આગ્રીપાડાના યુસુફ મંઝિલ બિલ્ડિંગમાંથી ધરપકડ કરવામાં આવી છે. 37 વર્ષીય કુરેશી હવાલા ઓપરેટર છે, જે આઈએસઆઈ માટે કામ કરે છે. ઈકબાલ, કુરેશીનો સાગરીત છે. કુરેશએ જાસૂસી પ્રવૃત્તિઓ ચલાવતા લખનૌમાં વધુ એક આઈએસઆઈ એજન્ટ આફતાબ અલીના બેન્ક ખાતામાં નાણાં જમા કરાવ્યાં હતા.
 
આઈએસઆઈના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો

આફતાબની બુધવારે યુપીના ફૈઝાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. કુરેશીના ઘરમાંથી સેલફોન ને રૂ. 71.57 લાખની રોકડ જપ્ત કરાઈ છે. જાવેદ નવીવાલાના ઈશારે તે હવાલાથી નાણાંના વ્યવહાર કરતો હતો. બંને એજન્ટોની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી છે કે જાવેદને પાકિસ્તાનમાંથી સૂચનાઓ મળતી હતી અને તેના ઈશારે કુરેશી આફતાબના બેન્ક ખાતામાં અવારનવાર પૈસા જમા કરાવતો હતો. જાવેદ પાકિસ્તાનમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. બંનેની પૂછપરછમાં વધુ નામો બહાર આવ્યાં છે. વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે.

આફતાબને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ હેઠળ લેવાયો છે. તે ભારતીય લશ્કરની હિલચાલ વિશેની માહિતી પાકિસ્તાની હાઈ કમિશન ખાતે ફરજ બજાવતા અધિકારીઓને આપતો હતો અને આઈએસઆઈને પણ પહોંચાડતો હતો. તેણે ફૈઝાબાદ, લખનૌ અને અમૃતસરમાં લશ્કરી ગતિવિધિઓ અને એકમોની માહિતી આપી હતી. કુરેશી અને જાવેદને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે મુંબઈની કોર્ટમાં હાજર કરાયા હતા, જે પછી તેમને વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશમાં લઈ જવાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP and Maharashtra ATS Arrested three ISI agents in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended