Home »Maharashtra »Latest News »Mumbai» Unlikely To Complete The Work Of Municipality In Mumbai

મુંબઈમાં નાળાસફાઈનાં કામ પૂરાં થવા અશક્ય: ઉદ્ધવ ઠાકરે

Bhaskar News, Mumbai | May 11, 2017, 06:39 AM IST

  • મુંબઈમાં નાળાસફાઈનાં કામ પૂરાં થવા અશક્ય: ઉદ્ધવ ઠાકરે,  mumbai news in gujarati
મુંબઈ: મુંબઈમાં નાળાસફાઈનાં કામ કયારેય પૂરાં થઈ શકતાં નથી એવો દાવો શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો. તેમ જ નાળાસફાઈ પરથી આ વર્ષે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધો હતો. 

શહેરમાં નાળાસફાઈ મુદ્દે શિવસેનાએ હાથ હેઠા મૂક્યા

નાળાસફાઈના કામ કયારેય પૂરા થઈ શકતા નથી. નાળાસફાઈ વરસાદથી પહેલાં અને પછી પણ ચાલુ હોય છે. તેથી નાળાસફાઈ એ શબ્દપ્રયોગ ખોટો છે. આ સતત ચાલુ રહેનારી પ્રક્રિયા છે. તેથી વરસાદથી પહેલાં જે કામ કરવાના છે તે પૂરા કરવામાં આવશે. ગયા વર્ષે મુંબઈમાં પાણી ભરાયું નહોતું. આ વર્ષે પણ નહીં ભરાય. એ માટે મુંબઈગરાઓને હું આશ્વાસન આપું છું. લગભગ દર વર્ષે હું નાળાસફાઈનું કામ જોઉં છું. દર વખતે મને સવાલ પૂછવામાં આવે છે કે ચૂંટણીના ટાંકણે નાળાસફાઈનું કામ શા માટે જુઓ છો? હવે ચૂંટણીઓ થઈ ગઈ છે. મારા કર્તવ્ય તરીકે હું એ કામનું નિરીક્ષણ કરું છું.

આ નિરીક્ષણ કરતા અનેક ઠેકાણે સુધારા થયા છે. નાળા પહોળા કરવામાં આવે છે. આ વર્ષે નાળાસફાઈનું કામ ચાલુ છે. કેટલા ટકા સફાઈ થઈ એ પ્રશ્નમાં મને રસ નથી. પાણી ન ભરાય એના પર મહાપાલિકાનું ધ્યાન છે. ગયા વર્ષે પાણી ભરાયું નહોતું. આ વર્ષે પણ મહાપાલિકા સતર્ક છે એમ ઉદ્ધવે જણાવ્યું હતું.  મેયર વિશ્વનાથ મહાડેશ્વર સાથે ઉદ્ધવ ઠાકરેએ માહીમથી જોગેશ્વરી વચ્ચેના નાળાઓની નિરીક્ષણ કર્યું હતું. કોન્ટ્રેકટર પાસેથી નાળામાં ડેબ્રિજ નાખવામાં આવે છે. એ જ ડેબ્રિજ પછી ઉલેચીને ખોટો કાદવ ઉલેચ્યો એવો આરોપ કરવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unlikely to complete the work of municipality in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended