Home »Maharashtra »Latest News »Mumbai» Two Persons Arrested With Rs 24 Crore Thane Uranium

થાણેમાં રૂ. 24 કરોડના યુરેનિયમ સાથે બે જણની ધરપકડ

Bhaskar News, Mumbai | Dec 22, 2016, 04:14 AM IST

  • થાણેમાં રૂ. 24 કરોડના યુરેનિયમ સાથે બે જણની ધરપકડ,  mumbai news in gujarati
મુંબઈ: થાણે પોલીસે આજે 8.86 કિલો ક્ષીણ યુરેનિયમ સાથે બે જણની ધરપકડ કરી હતી. આ ધાતુનું મૂલ્ય અંદાજે રૂ. 24 કરોડ આકવામાં આવે છે. આ ક્ષીણ થઈ રહેલા યુરેનિયમને વિદેશમાંથી લાવવામાં આવ્યું હતું અને ભારતમાં પ્રતિ કિલો રૂ. 3 કરોડમાં વેચવા આરોપીઓ આવ્યા હતા. આરોપીઓ થાણેના ઘોડબંદર રોડ પર  એક હોટેલમાં રોકાયા હતા. તેમની પાસે ઘાતક પદાર્થ છે એવી વિશ્વસનીય માહિતી મળતાં છટકું ગોઠવીને બંનેને પકડી પાડવામાં આવ્યું હતા.

બંને પાસે બ્લુ હેન્ડબેગમાં આ સંવેદનશીલ ધાતુના બે બ્લોક વેલ્વેટના કપડામાં વીંટેલા હતા. આ ધાતુ ભાભા અણુ ઊર્જા કેન્દ્ર (બીએઆરસી)માં તપાસ માટે મોકલવામાં આવતાં તે યુરેનિયમ હોવાને સમર્થન મળ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ લુપ્ત થઈ રહેલી ધાતુ ખુલ્લી બજારમાં વેચાણ માટે પ્રતિબંધ છે. તેનો ફક્ત અણુ ઊર્જા એકમોમાં ઉપયોગ કરાય છે.  જોઈન્ટ પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેએ જણાવ્યું હતું કે અમે અણુ ઊર્જા ધારા 1962 હેઠળ કેસ નોંધ્યો છે અને આ ધાતુ વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી આપી છે. આ હેરાફેરી પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ મામલો સંવેદનશીલ હોવાથી અમે આરોપીઓનાં નામ જાહેર કરવા માગતા નથી.

ડિપ્લીટેડ (ક્ષીણ) યુરેનિયમ ઓછા પાવરનું યુરેનિયમ છે. તે બોમ્બ શેલ્સ અને અન્ય શસ્ત્રોમાં ઉપયોગ કરાય છે. અમેરિકન લશ્કર બોમ્બ શેલ્સ અને અન્ય શસ્ત્રોમાં ઓછા પાવરનું આ યુરેનિયમ ઉપયોગ કરતા હતા, પરંતુ તેમના સૈનિકોએ આ ધાતુની રેડિયોએક્ટિવ શક્તિથી રિએકશન્સ થતી હોવાની ફરિયાદ કરતાં તેનો ઉપયોગ બંધ કરાયો હતો. યુરેનિયમ કમજોર રેડિયોએક્ટિવ છે, કારણ કે તેના બધા આઈઝોટોપ્સ અસ્થિર હોય છે. તે માટી, પથ્થર અને જળમાં એક મિલિયન દીઠ જૂજ હિસ્સાની ઓછી એકાગ્રતામાં નૈસર્ગિક રીતે ઉદભવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Two persons arrested with Rs 24 crore Thane uranium
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext