Home »Maharashtra »Latest News »Mumbai» Traffic Head Constable Sunil Toke Says Traffic Police Rate Cards For Each Crime

દરેક ગુના માટે ટ્રાફિક પોલીસનું રેટ કાર્ડ: હેડ કોન્સ્ટેબલનો ધડાકો

Bhaskar News, Mumbai | Jan 07, 2017, 03:41 AM IST

  • દરેક ગુના માટે ટ્રાફિક પોલીસનું રેટ કાર્ડ: હેડ કોન્સ્ટેબલનો ધડાકો,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગમાં કરોડોનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દરેક ગુના માટે ટ્રાફિક પોલીસનું રેટકાર્ડ નક્કી થયેલું છે, એવો સનસનાટીજનક આરોપ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનીલ ટોકેએ હાઈ કોર્ટમાં કર્યો છે. ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હોવાથી વરિષ્ઠ અધિકારીઓ મારી સતામણી કરી રહ્યા છે એવું કહીને વિડિયો પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યં છે. 

એડવોકેટ દત્તા માને મારફત ટોકેએ કોર્ટમાં જનહિત અરજી કરી છે. તેમાં ટ્રાફિક વિભાગમાં હાલ ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ દાદ માગવામાં આવી છે. આ સંબંધમાં વારંવાર સિનિયર અધિકારીઓ પાસે ફરિયાદ કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થવાથી આખરે ટોકેએ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. તેના આરોપ અત્યંત ગંભીર છે. કોર્ટ આ અરજી પર 23 જાન્યુઆરીના સુનાવણી કરે એવી શક્યતા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Traffic Head Constable Sunil Toke Says Traffic Police Rate Cards For Each Crime
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended