Home »Maharashtra »Latest News »Mumbai» Today 13 School Will Take Part In Yoga Festival In Maharashtra

મુંબઈ: આજથી મહારાષ્ટ્ર યોગ ઉત્સવ, 13 સ્કૂલ ભાગ લેશે

Bhaskar News, Mumbai | Mar 24, 2017, 04:12 AM IST

  • મુંબઈ: આજથી મહારાષ્ટ્ર યોગ ઉત્સવ, 13 સ્કૂલ ભાગ લેશે,  mumbai news in gujarati
મુંબઈ:કૈવલ્યધામ યોગા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા 24મીથી 26મી માર્ચ, સુધી મહારાષ્ટ્ર યોગા ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સીસીઆરવાયએન, આયુષ મંત્રાલય દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. આ ભવ્ય કાર્યક્રમમાં 13 યોગા સ્કૂલો એક છત હેઠળ આવશે. રાજ્યના જાહેર આરોગ્ય મંત્રી દીપક સાવંત, તબીબી શિક્ષણ મંત્રી ગિરીશ મહાજન, ડો. ભૂષણ ઉપાધ્યાય અને મહાપાલિકાના કમિશનર અજય મહેતા ઉત્સવના ઉદઘાટનમાં હાજરી આપશે.

3 દિવસના મહોત્સવમાં 40 વર્કશોપ યોજાશે, જેમાં 20 વક્તાઓ યોગનો પ્રચાર કરશે

મહારાષ્ટ્ર યોગા ઉત્સવમાં યોગાનું મહત્ત્વ, સામાન્ય સ્વાસ્થ્ય કલ્યાણ જાળવવા માટે અસરકારક સાધન તરીકે યોગા અને તાણ, માનસિક અને જીવનશૈલી સંબંધી વિકારો અને રોગોને દૂર કરવા માટે તેની થેરાપ્યુટિક નોંધનીયતા પર ચર્ચાવિચારણા કરવામાં આવશે. આ 3 દિવસના મહોત્સવમાં 40 વર્કશોપ યોજાશે, જેમાં 20 વક્તાઓ ખાસ કરીને યુવાનોમાં યોગાનો પ્રચાર અને વિકાસ કરવા પર ભાર આપશે અને તેમને યોગના પ્રતિબંધાત્મક અને આધ્યાત્મિક પ્રકારમાં વિશ્વાસન સંપાદન કરવા માટે પ્રોત્સાહન આપશે.

આ વિશે બોલતાં ઉત્સવના આયોજક સચિવ સુબોધ તિવારીએ જણાવ્યું હતું કે યોગિક કાયાકલ્પ અને યોગાને સરકારનો ટેકો મળી રહ્યો છે તે જોવાનું હૃદયસ્પર્શી છે. અમને આ ફિટનેસની ચળવળમાં આગળ રહેવાનું ગૌરવજનક 
લાગે છે. યોગા ઓછા પ્રભાવની પ્રવૃત્તિ છે, જે બધી ઉંમરના લોકોને અને ફિટનેસના સ્તરને લાભ આપી શકે છે. મહારાષ્ટ્ર યોગા ઉત્સવ સાથે દરેકને આરોગ્યવર્ધક અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપવાની અમને આશા છે.

મહારાષ્ટ્ર યોગા ઉત્સવમાં ભારતભરમાંથી અમુક નામાંકિત સંસ્થાઓ ભાગ લેશે, જેમાં કૈવલ્યધામ, બિહાર સ્કૂલ ઓફ યોગા, આયંગર યોગાશ્રય, આર્ટ ઓફ લિવિંગ, મહર્ષિ વિનોદ રિસર્ચ ફાઉન્ડેશન, બ્રહ્માકુમારી, સદગુરુ મહેશદા ક્રિયા યોગા ફાઉન્ડેશન, ધ યોગા ઈન્સ્ટિટ્યૂટ, યોગા વિદ્યા નિકેતન, યોગા વિદ્યા ગુરુકુલ, કે. જે. સોમૈયા સંસ્કૃતિ પીઠાનંદ ઘંટાલી મિત્ર મંડળનો સમાવેશ રહેશે. ત્રણ દિવસના આ ઉત્સવમાં 8000થી વધુ યોગા ઉત્સાહીઓ ભાગ લેવાની અપેક્ષા છે.

વક્તાઓમાં યોગાના સિનિયર નિષ્ણાતો ઓ પી તિવારી, મિકી મહેતા, ડો. રાજવી મહેતા અને યોગામાં વિશ્વાસ ધરાવનારી અન્ય હસ્તીઓનો સમાવેશ થાય છે. મુખ્ય સચિવ અપૂર્વ ચંદ્રા, ભરત દાભોળકર, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. પ્રજ્ઞા સરવદે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યોગગુરુ ડો. એચ. આર. નગેન્દ્ર પણ વક્તવ્ય આપશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Today 13 School Will Take Part in Yoga Festival in Maharashtra
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended