Home »Maharashtra »Latest News »Mumbai» Suresh Prabhu Visit The Mumbai For New Train

સુરેશ પ્રભુએ કર્યુ ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજનું ઉદઘાટન,વાઇફાઇનો શુભારંભ

Bhaskar News, Mumbai | Dec 19, 2016, 03:41 AM IST

  • સુરેશ પ્રભુએ કર્યુ ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજનું ઉદઘાટન,વાઇફાઇનો શુભારંભ,  mumbai news in gujarati
મુંબઈઃરેલ મંત્રી સુરેશ પ્રભુએ રવિવારે બાંદરા ટર્મિનસ પર આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ અને મધ્ય રેલવેના મુંબઈ સ્થિતિ વિભિન્ન સ્ટેશનો પર હાઈ સ્પીડ વાઈ-ફાઈ સેવા સહિત વિવિધ યાત્રી સુવિધાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું. બાંદરા ટર્મિનસથી ગોરખપુર માટે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.

દાદર સ્ટેશનનાં નવનિર્મિતી પ્લેટફોર્મ 7 અને મધ્ય રેલવેના દીવા સ્ટેશન પર ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજનું પણ ઉદઘાટન કર્યું. ઉપરાંત પશ્ચિમ રેલવેનાં દાદર, ભાયંદર અને વસઈમાં નવસ્થાપિત એસ્કેલેટરો, માનખુર્દ સ્ટેશન પર નવો પાદચારી ઉપરી પુલ અને બોરીવલી, અંધેરી, વાશી, બેલાપુર, કુર્લા, છત્રપતિ શિવાજી ટર્મિનસ, ભાયખલા, પનવેલ અને થાણે સ્ટેશન પર હાઈ સ્પીડ વાઈફાઈ સેવાનું લોકાર્પણ પણ કર્યું. આ સમયે પશ્ચિમ રેલવેની 12 ઉપનગરીય સેવાને 12 ડબ્બામાંથી 15 ડબ્બામાં પરિવર્તિત કરાયા છે,

જે સોમવારથી કાર્યરત થશે. આ સમયે પશ્ચિમ રેલવેને જનરલ મેનેજર જી સી. અગ્રવાલ મધ્ય રેલવેના જીએમ ડી. કે. શર્માએ, સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલે, શિક્ષણ મંત્રી વિનોદ તકાવડે, સાંસદ જગદંબિકા પાલ, હુસૈન દલવાઈ હાજર હતા. ઉપરાંત સાંસદો ગોપાલ શેટ્ટી, રાહુલ શેવાળે, રાજન વિચારે, ડો. શ્રીકાંત શિંદે, વિધાનસભ્યો આશિષ શેલાર, પ્રતાપ સરનાઈક વગેરે હાજર હતા.
રેલ મંત્રીએ આ સમયે વિડિયો કોન્ફરનિંગ મારફત પૂર્વોત્તર રેલવેના ગોરખપુર મુખ્યાલય અંતર્ગત વિભિન્ન રેલ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યાં.

આમાં ગોંડા- બસ્તી- ગોરખપુરના નવ વિદ્યુતિકૃત ખંડના લોકાર્પણ ઉપરાંત ગોરખપુરમાં પ્રસ્તાવિત ઈલેક્ટ્રિક લોકો શેડ અને ડોમિનગઢ- ગોરખપુર- ગોરખપુર કેન્ટ- કુસુમ્હી ત્રીજી રેલ લાઈન અને ગોરખપુર- નકહા, જંગલ ખંડના બેમાર્ગીકરણના કાર્યનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. દરમિયાન મંચ સંચાલન પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ગજાનન મહતપુરકરે કર્યું. મુંબઈ સેન્ટ્રલ મડળના મંડળ રેલ વ્યવસ્થાપક મુકુલ જૈને સૌના આભાર માન્યા. આ સમયે રેલટેલ કોર્પોરેશનના અધ્યક્ષ આર કે બહુગુણા, મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશનના અધ્યક્ષ પ્રભાત સહાય પણ હાજર રહ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Suresh prabhu visit the Mumbai for New Train
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext