Home »Maharashtra »Latest News »Mumbai» Street Vendors Domicile Not Licensing For Congress Demand In Mumbai

મુંબઈ: ફેરિયાઓને ડોમિસાઈલ નહીં લાઈસન્સ માટે કોંગ્રેસની માગ

Bhaskar News, Mumbai | Jan 05, 2017, 04:46 AM IST

  • મુંબઈ: ફેરિયાઓને ડોમિસાઈલ નહીં લાઈસન્સ માટે કોંગ્રેસની માગ,  mumbai news in gujarati
મુંબઈ:ફેરિયાઓના હિત માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયા પછી તેને રાજકીય રંગ આપવાનું શરૂ થયું છે. મુંબઈ કોંગ્રેસે સૌપ્રથમ તેનો વિરોધ નોંધાવ્યો છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે આજે જણાવ્યું હતું કે ફેરિયા રક્ષણ કાયદો લાગુ કરવાને નામે સરકાર લોકોની આંખોમાં ધૂળ નાખી રહી છે. 

ફેરિયાઓ માટે ડોમિસાઈલનો નિયમ લાગુ કર્યો છે. ખરેખર આ કાયદો સંસદમાં 2014માં પસાર કરાયો છે, પરંતુ ભાજપ- શિવસેના સરકારે તે મુંબઈ મહાપાલિકામાં લાગુ કર્યો નથી. આ કાયદો લાગુ કરીને રોજી કમાતા ફેરિયાઓને માનસન્માન અને હક મેળવી આપવા માટે કોંગ્રેસ તરફથી અમે 11 મે, 2015ના રોજ મહાપાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો. તેમાં અમુક માગણીઓ કરી હતી. આ મુજબ અમે માગણી કરી હતી કે સંસદમાં સંમત કાયદો લાગુ થવો જોઈએ.

આ કાયદો લાગુ નહીં કરાય ત્યાં સુધી કોઈ ફેરિયા પર કાર્યવાહી નહીં કરવી જોઈએ. ટાઉન વેન્ડિંગ કમિટીની રચના મુંબઈ શહેર અને મહાપાલિકા વોર્ડ સ્તરે કરવામાં આવે. બધા ફેરિયાઓને લાઈસન્સ આપો, જેવી માગણી અમે કરી છે. મુંબઈમાં સવા કરોડ નાગરિકો હોવા છતાં સવા ત્રણ લાખ ફેરિયાઓ સમાવી શકાય છે. હાલમાં 2થી સવાબે લાખ ફેરિયા છે. જોકે અમારી વાત તેમણે માની નહોતી. આ પછી અમે હાઈ કોર્ટમાં ગયા હતા. છતાં સરકારે કાયદો લાગુ કર્યો નહોતો. હવે મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફેરિયાઓને ખુશ કરવા માટે સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Street Vendors Domicile Not Licensing for Congress Demand in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended