Home »Maharashtra »Latest News »Mumbai» Solapur Khakee Uniforms Will Be Completed For Indian Police

દેશની પોલીસોને સોલાપુર ખાખી વરદી પૂરી કરાશે: વસ્ત્રોદ્યોગ મંત્રી

Bhaskar News, Mumbai | Dec 31, 2016, 05:03 AM IST

મુંબઈ:ભારતનું પ્રથમ ગણવેશ અને વસ્ત્ર ઉત્પાદકોનું ત્રણ દિવસનું પ્રદર્શન મહારાષ્ટ્રના સોલાપુર ખાતે 5થી 7 જાન્યુઆરી, 2017 દરમિયાન યોજાશે. શ્રી સોલાપુર રેડીમેડ કાપડ ઉત્પાદક સંઘે આ પ્રદર્શનનું યજમાનપદ સ્વીકાર્યું હોઈ તેને મહારાષ્ટ્ર સરકારના વસ્ત્રોદ્યોગ વિભાગ અને મફતલાલ ફેબ્રિક્સનો ટેકો મળ્યો છે. દેશભરમાં 6000 રિટેઈલરો આ પ્રદર્શનની મુલાકાત લેશે એવી અપેક્ષા છે. આ જ રીતે મેક ઈન ઈન્ડિયા સંકલ્પનામાંથી પ્રદર્શનના માધ્યમથી સોલાપુરમાં રોકાણ લાવવાનો પ્રયાસ કરવાની ખાતરી રાજ્યના વસ્ત્રોદ્યોગ અને સહકાર મંત્રી સુભાષ દેશમુખે આપી હતી.

સુભાષ દેશમુખે એમ પણ જણાવ્યું હતું કે ગારમેન્ટમાં રોજગારની તક છે. આ ઉદ્યોગને પાણી જરૂર પડતું નથી. ફક્ત એક શેડની જરૂર પડે છે. આ ઉપલબ્ધ સુવિધામાંથી પ્રશિક્ષણ આપીને માનવબળ ઊભું કરી શકાશે. પ્રશિક્ષિત કામગારોને કમસેકમ 10,000 રૂપિયાનું વળતર મળે તેમ જ આ પ્રદર્શન થકી બીજી એક મોટી તક આવી છે. દેશભરના પોલીસોની ખાખી વરદી સોલાપુરમાંથી પુરવઠો કરવા સંબંધે અનુરોધ કરીશ એવી ખાતરી પણ તેમણે આપી હતી.

આ સમયે સોલાપુર રેડીમેડ કાપડ ઉદ્યોગ સંઘના અધ્યક્ષ રામવલ્લભ જાજુ, સચિવ અમિત જૈન, નિમંત્રિત સભ્ય વિજય ડાકલિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્રના વિભાગીય વ્યવસ્થાપક સુનીલ હનમશેટ વગેરે હાજર હતા. સોલાપુર વસ્ત્રોદ્યોગ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું હોઈ આ વિસ્તરણ અને પ્રસારમાં યોગદાન આપવા માટે જ આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્તરનું ગણવેશ અને વસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ગણવેશ ઉત્પાદક ઉદ્યોગનો આકાર સામાન્ય રીતે 18,000 કરોડનો હોઈ તેમાંથી 10,000 કરોડ ઉત્પાદક ક્ષેત્રમાંથી આવે છે. સામાન્ય રીતે 8000 કરોડ સ્થાનિક શાળાઓને સ્થાનિક રિટેઈલ વિક્રેતાઓ પાસેથી અને સંસ્થાઓ પાસેથી પુરવઠો કરાતા ગણવેશમાંથી આવે છે.

સોલાપુરમાં શાળા ગણવેશ, બાળકોનાં કપડાં, પુરુષ અને સ્ત્રીઓનાં કપડાં, કોર્પોરેટ વિશ્વના ગણવેશ માટે બહુ મોટે પાયે માગણી વધી રહી છે. આથી જ આ વિસ્તારમાં આ ક્ષેત્રમાં બહુ મોટી માગણી આવી રહી છે. ભારતના વસ્ત્રોદ્યોગ ત્રેત્રમાં અનેક અગ્રણી કંપનીઓ પણ આ પ્રદર્શન સાથે નિકટતાથી સંકળાયેલી છે. આ પ્રદર્શનમાં 82 સ્ટોલ્સ હોઈ તેમાં નાવીન્યપૂર્ણ કંપનીઓના કપડાથી ગણવેશ નિર્મિતી અને અન્ય ગારમેન્ટનાં ઉત્પાદનો હશે. ગણવેશ, સ્ત્રી- પુરુષોનાં કપડાં, ટી- શર્ટ, સ્પોર્ટસનાં કપડાં વગેરે ઉત્પાદનનો પ્રદર્શનમાં સમાવેશ રહેશે, એમ સોલાપુર રેડીમેડ કાપડ ઉત્પાદક સંઘના ઉપાધ્યક્ષ નિલેશ શાહે જણાવ્યું હતું.
 
આગળની સ્લાઇડમાં વધુ વાંચો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Solapur Khakee Uniforms Will be Completed For Indian Police
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext