Home »Maharashtra »Latest News »Mumbai» Social Media Messaging Aap Provide Service For Payment

વૉટ્સએપ પરથી હવે પેમેન્ટ કરી શકાશે,ડિજિટલ પેમેન્ટ પર કામ શરૂ

Bhaskar News, Mumbai | Apr 05, 2017, 04:02 AM IST

  • નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા
મુંબઇ:વૉટ્સએપ આગામી 6 મહિનામાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે. વૉટ્સએપે આ માટે પોતાની વેબસાઇટ પર એક એડ. મૂકી છે. ફેસબુકની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપના દુનિયાભરમાં 100 કરોડ યુઝર્સ છે. ‘ધ કેન’ના એક રિપોર્ટ મુજબ કંપની એક એવી વ્યક્તિને શોધી રહી છે કે જેનું ટેકનિકલ અને ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ હોય.  જે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અને ભીમ પેમેન્ટ એપની એક્સપર્ટ પણ હોય. પોસ્ટનું નામ છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન લીડ ઇન્ડિયા.

વૉટ્સએપના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભારત તેમની કંપની માટે મહત્વનું છે અને તેઓ સમજે છે કે ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે યોગદાન આપી શકે છે કંપનીનું કહેવું છે કે હાલ તેઓ ડિજિટલ પેમેન્ટ પ્લાન પર કામ કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં વૉટ્સએપના કો-ફાઉન્ડર બ્રેન એક્ટને કહ્યું હતું કે તેઓ ડિજિટલ પેમેન્ટ શરૂ કરવાના ઓપ્શન્સ પર કામ કરી રહ્યા છે અને આ અંગે સરકાર સાથે વાતચીત જારી છે. જોકે, આ સર્વિસ કેવી રીતે કામ કરશે તે અંગે કોઇ ખુલાસો કરાયો નથી.

નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા
ગત નવેમ્બરમાં નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અચાનક વધી ગયા છે. પેટીએમ અને મોબિક્વિકના યુઝર ઘણા વધી ગયા છે. જોકે, હજુ પણ રોકડમાં જ લેવડદેવડ પસંદ કરતા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને લઇને દેશમાં જાગૃતિનો અભાવ પણ તેનું કારણ છે. અલબત્ત, આ બધા આંકડાઓની તુલનાએ વૉટ્સએપના યુઝર્સ ઘણા વધુ છે, જેથી પેમેન્ટ સર્વિસ તરીકે લોકો વચ્ચે તેની પકડ સરળ હશે. ગયા અઠવાડિયે સ્વિડિશ એપ ટ્રૂકૉલરે પણ મોબાઇલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે.
 
આગળ વાંચો, વધુ વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: social media messaging aap provide service for payment
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended