Home »Maharashtra »Latest News »Mumbai» Shivsena Supports BJP Over GST

મુંબઈ: સેનાના 3 ફેરફાર ભાજપે સ્વીકાર્યા, રાજ્યમાં જીએસટીનો માર્ગ મોકળો

Bhaskar News, Mumbai | May 10, 2017, 05:28 AM IST

  • મુંબઈ: સેનાના 3 ફેરફાર ભાજપે સ્વીકાર્યા, રાજ્યમાં જીએસટીનો માર્ગ મોકળો,  mumbai news in gujarati
મુંબઈ:રાજ્યમાં જીએસટીનો સુધારેલ પ્રસ્તાવ મંજૂર થવાનો માર્ગ મોકળો થયો હતો. શિવસેનાએ સૂચવેલા 3 ફેરફાર ભાજપે માન્ય કર્યા પછી જીએસટીને ગ્રીન સિગ્નલ મળ્યું હતું. જીએસટી સંદર્ભે નાણા મંત્રી સુધીર મુનગંટીવાર અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા થઈ હતી. શિવસેનાએ સૂચવેલા 3 ફેરફાર માન્ય કરવામાં આવ્યા બાદ જીએસટીનો સુધારેલ પ્રસ્તાવ મંજૂર થવાનો માર્ગ મોકળો થયો હતો. મુંબઈ મહાપાલિકાને નિયમિત રૂપિયા મળે, રૂપિયાની માગણી માટે રાજ્ય સરકાર સમક્ષ દરેક વખતે હાથ લાંબો કરવો ન પડે અને દર વર્ષે જે ચક્રવૃદ્ધિ આપવામાં આવે છે એ વધારી આપવું એમ 3 માગણીઓ શિવસેનાએ કરી હતી.
 
જીએસટીના સુધારેલ મુદ્દા નાણા રાજ્યમંત્રી દીપક કેસરકરના હસ્તે માતોશ્રીમાં મોકલવામાં આવ્યા હતા. જો કે શિવસેનાએ અભ્યાસ કરવા સમય માગ્યો હતો. એ અનુસાર મંગળવારે મુલાકાત થઈ હતી. બેઠક માટે ભાજપ તરફથી સુધીર મુનગંટીવાર અને શિવસેના તરફથી મિલિંદ નાર્વેકર, સુભાષ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પછી જીએસટીની સમસ્યા ઉકેલાઈ હતી. રાજ્ય સરકારે જીએસટી માટે વિશેષ સત્ર બોલાવ્યું છે. તેથી હવે જીએસટીને શિવસેનાનો ટેકો હશે એ લગભગ નિશ્ચિત છે.
 
SGST મુદ્દે ચવ્હાણે ઉદ્ધવની ઝાટકણી કાઢી

જીએસટીના મુદ્દા પરથી ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદને કારણે વિરોધીઓને અચાનક પતાસુ મળ્યું હતું. ઉદ્ધવ ઠાકરેના ઘરે જઈને જીએસટીનું પ્રેઝન્ટેશન આપવું એ બંધારણ બાહ્ય કેન્દ્ર નિર્માણ કરવા જેવી બાબત છે એવી ટીકા કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shivsena supports BJP over GST
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended