Home »Maharashtra »Latest News »Mumbai» Shivsena Say About Cm Of Maharashtra

ઉધ્ધવે ફડનવીસની પ્રશંસા કરીઃ મુંબઇના વિકાસમાં ભાજપનો સિંહફાળો

Bhaskar News, Mumbai | Jan 03, 2017, 03:58 AM IST

  • ઉધ્ધવે ફડનવીસની પ્રશંસા કરીઃ મુંબઇના વિકાસમાં ભાજપનો સિંહફાળો,  mumbai news in gujarati
મુંબઈઃ મુંબઈ મહાપાલિકાના સભાગૃહમાં પ્રબોધનકાર કેશવ સીતારામ ઠાકરેના તૈલચિત્રનું અનાવરણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરાયું હતું. એ સમયે મંચ પર પ્રબોધનકારના પૌત્ર અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત હતા. મુંબઈ મહાનગર મહાપાલિકા ચૂંટણી નજીક આવતી હોઈ એ પહેલાં ફરીથી એક વખત ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક મંચ પર ભેગા થયા હતા. મુંબઈ મહાપાલિકામાં ભાજપ ખભેખભા મીલાવીને સાથે કામ ન કરત તો મુંબઈનું એકેય કામ ન થાત એમ ઉદ્ધવે જણાવ્યું હતું.

મુંબઈ મહાપાલિકાના સભાગૃહમાં પ્રબોધનકારનું તૈલચિત્ર લગાડવામાં આવ્યું એ નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે હવે મેયર પર પ્રબોધનકારનું ધ્યાન રહેશે. મહાપાલિકાનો ઈતિહાસ ખૂબ મોટો છે. સંપૂર્ણ દેશનું ધ્યાન જે મહાપાલિકા પર હોય છે એ મહાપાલિકાના સભાગૃહમાં મારા દાદા પ્રબોધનકારનું તૈલચિત્ર લગાડવામાં આવ્યું એનું અભિમાન થાય છે. મુંબઈ અને ઠાકરે કુટુંબનો સંબંધ મજબૂત છે.

આ કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવે ભાજપનો આભાર માન્યો હતો. અમે મુંબઈમાં અનેક વિકાસ કામ કર્યા. એ કામના ઉદઘાટન માટે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા એ માટે મુખ્યમંત્રીનો આભાર. મુંબઈ મહાપાલિકામાં ભાજપ ખભેખભા મીલાવીને સાથે કામ ન કરત તો મુંબઈનું એકેય કામ ન થાત. મુંબઈના વિકાસમાં ભાજપનો સિંહફાળો છે એમ ઉદ્ધવે જણાવ્યું હતું.

ભાજપના અનેક પદાધિકારીઓ મુંબઈ મહાપાલિકાના કારભાર અને ભ્રષ્ટાચાર પર કેટલાક દિવસોથી ટીકા કરે છે તેમનો નામોલ્લેખ ટાળીને ઉદ્ધવે તેમને કાં કાં કરતા કાગડા ગણાવ્યા હતા. જો કે હવે શિવસેનાના દરેક કામમાં ભાજપે સાથ આપ્યાનું જણાવતા ઉદ્ધવે પરોક્ષ હુમલો કર્યો હતો.

આ પ્રસંગે પ્રબોધનકારનું તૈલચિત્ર લગાડવાનો પ્રસ્તાવ જે ત્રણ નગરસેવકોએ રજૂ કર્યો હતો તેમનો ઉદ્ધવે આભાર માન્યો હતો. ચિત્રકાર પંડિતે આ તૈલચિત્ર બનાવ્યું છે. ભાજપના અનેક પદાધિકારીઓ મુંબઈ મહાપાલિકાના કારભાર પર કેટલાક દિવસોથી ટીકા કરે છે તેમનો નામોલ્લેખ ટાળીને ઉદ્ધવે તેમને કાં કાં કરતા કાગડા ગણાવ્યા હતા.
 
નનામા પોસ્ટર લગાડનારા નામર્દ : આશિષ શેલાર
મુંબઈને બદલવાના બદલે મહારાષ્ટ્ર અખંડ રાખો એવી પોસ્ટરબાજી મુંબઈમાં કરવામાં આવી હતી. પોસ્ટરની વિગતો નીચે હું મુંબઈગરો એમ લખેલ હતું. હિંમત હોય તો પોસ્ટર પર નામ શા માટે નથી. એટલે કે આ કામ નામર્દ વ્યક્તિનું છે એવો હલ્લાબોલ ભાજપ નેતા આશિષ શેલારે કર્યો હતો. નામર્દોને અમે વિકાસના કામ કરીને જવાબ આપીએ છીએ. મુંબઈના વિકાસ પહેલાં નાગપુરના નિતીન ગડકરીએ કર્યો અને હવે નાગપુરના જ દેવેન્દ્ર ફડણવીસ કરી રહ્યા છે એમ શેલારે જણાવ્યું હતું. મુંબઈનો વિકાસ નાગપુરનો માણસ કરશે એમ રવિવારે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું. એના પરથી સોમવારે મુંબઈમાં પોસ્ટરબાજી કરવામાં આવી હતી.
ફડણવીસે પ્રબોધનકારના વિચારોનું સમર્થન કર્યું
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રબોધનકારના વિચારોનું સમર્થન કર્યું હતું. મહિલાઓની સમસ્યા સમજીને અેનો ઉકેલ લાવવા માટે પ્રબોધનકારે અથાક પ્રયત્નો કર્યા હતા એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.  
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shivsena say about cm of maharashtra
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext