Home »Maharashtra »Latest News »Mumbai» Shiva Monument Feasibility Is Not Report Said Raj Thackeray

શિવસ્મારકનો ફિઝિબિલિટી રિપોર્ટ જ નથી: રાજ ઠાકરે

Bhaskar News, Nashik | Jan 05, 2017, 04:48 AM IST

  • શિવસ્મારકનો ફિઝિબિલિટી રિપોર્ટ જ નથી: રાજ ઠાકરે,  mumbai news in gujarati
નાશિક: નાશિક શહેર જેવો વિકાસ રાજ્યના કોઈ શહેરમાં થયો નથી. આટલા વિકાસ પછી પણ મતદારો મનસે તરફ પીઠ ફેરવશે તો ભવિષ્યમાં વિકાસ કામ કોઈ કરશે નહીં એમ જણાવતા અરબી સમુદ્રમાં બાંધવામાં આવનાર બહુચર્ચિત શિવસ્મારક એ ફક્ત ભપકો હોઈ આ સ્મારકને હજી ફિઝિબિલિટી રિપોર્ટ જ મળ્યો ન હોવાનું મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેથી હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરેલા દાવા પર પ્રશ્નાર્થ નિર્માણ થયો છે. મુખ્યમંત્રીએ નાગપુરના સત્રમાં શિવસ્મારક માટે તમામ પરવાનગીઓ મળી ચૂકી છે એમ જણાવ્યું હતું.

પૂતળાઓ પર પોતાનો વિશ્વાસ ન હોવાનું ફરીથી જણાવતા રાજે ફરીથી શિવસ્મારક પરથી ભાજપની ટીકા કરી હતી. શિવસ્મારક એ ભપકો હોઈ એને હજી ફિઝિબિલિટી રિપોર્ટ મળ્યો નથી. આ રિપોર્ટ સંદર્ભે સરકારે ખુલાસો કરવો એવો પડકાર તેમણે સરકારને ફેંક્યો હતો. શિવસ્મારક સમુદ્રમાં શક્ય જ નથી એવો દાવો કરતા દુનિયામાં ક્યાંય આવો પ્રયોગ થયો નથી એવો દાવો તેમણે કર્યો હતો. ખડક પર સ્મારક રહેશે જ નહીં એમ પણ તેમણે જણાવ્યું હતું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળાનું શું થયું? દેશભરમાંથી લાવેલ લોખંડ ક્યાં ગયું એવો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ન લેતા રાજે કર્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shiva Monument Feasibility is not Report Said Raj Thackeray
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext