Home »Maharashtra »Latest News »Mumbai» Shiv Sena Target About The Road Issue To CM Of Maharashtra

શિવસેનાઃ મુંબઈ- નાગપુર એક્સપ્રેસવે મુદ્દે શિવસેનાનો CM વિરુદ્ધ મોરચો

Bhaskar News, Mumbai | Dec 27, 2016, 03:24 AM IST

  • શિવસેનાઃ મુંબઈ- નાગપુર એક્સપ્રેસવે મુદ્દે શિવસેનાનો CM વિરુદ્ધ મોરચો,  mumbai news in gujarati
મુંબઈઃમુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ-વેનો વિષય મુખ્યમંત્રીએ પ્રતિષ્ઠાનો બનાવ્યો હોઈ શિવસેનાએ હવે મુખ્યમંત્રી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. યોજનાના અસરગ્રસ્તોને સોમવારે માતોશ્રી પર આમંત્રિત કરીને ઉદ્ધવ ઠાકરેએ તેમની સમસ્યાઓ જાણી હતી. એ પછી તમારી ફળદ્રુપ જમીન ફોગટ જવા નહીં દઈએ એવું આશ્વાસન આપતા તમે વિરોધ ચાલુ રાખો, શિવસેના તમારી પડખે છે એવું આશ્વાસન ઉદ્ધવે આપ્યું હતું.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ- નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે માટે પોતાની તમામ મહત્ત્વકાંક્ષા દાવ પર લગાડી છે. ખેડૂતોને વિશ્વાસમાં લઈને જ આ એક્સપ્રેસ વે પૂરો કરવામાં અાવશે એવું સ્પષ્ટીકરણ મુખ્યમંત્રીએ આસનગાવમાં આયોજિત સભામાં આપ્યા પછી પણ અસરગ્રસ્તોએ વિરોધ ચાલુ રાખ્યો છે. એ પછી ઉદ્ધવ ઠાકરેએ પણ ખેડૂતો સાથે ચર્ચા કરીશ એમ જણાવ્યું હતું. એ સંદર્ભમાં સોમવારે માતોશ્રી પર ઉદ્ધવે શાહપુરના ખેડૂતોને આમંત્રિત કર્યા હતા.

એ સમયે તેમણે તમારો વિરોધ ચાલુ રાખો, શિવસેના તમારી પડખે છે એવું આશ્વાસન ખેડૂતોને આપ્યું હોવાથી મુખ્યમંત્રી વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે એવું ચિત્ર દેખાવાની શક્યતા છે. ઉદ્ધવે આ સમયે પોતે સરકારમાં સહભાગી થયા છતાં હું અને મારો પક્ષ ખેડૂતોની સાથે છીએ. તમે તમારો વિરોધ ચાલુ રાખો, શિવસેનાનો આ વિરોધને ટેકો છે એમ તેમણે જણાવ્યું હતું. વિકાસના નામ પર સરકાર તરફથી અનેક આશ્વાસન આપવામાં આવે છે.

પણ કરતા કંઈ નથી એવો ટોણો તેમણે માર્યો હતો. અત્યારે ખેડૂતોની ફળદ્રુપ જમીન પડાવી લેવામાં આવે છે એમ લાગે છે. તેથી હું મુખ્યમંત્રી અને યોજના સમિતિને મળીને ખેડૂતોની જમીન બચાવીને એમાંથી શો રસ્તો કાઢી શકાય એ જોઈશ એમ ઉદ્ધવે સ્પષ્ટ કર્યું હતું.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shiv sena target about the road issue to CM of maharashtra
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended