Home »Maharashtra »Latest News »Mumbai» Shiv Sena Forget To Forgive Property Tax At Mumbai

મુંબઈ: સેના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનું ભૂલી

Bhaskar News, Mumbai | Mar 31, 2017, 03:20 AM IST

  • મુંબઈ: સેના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનું ભૂલી,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ મહાપાલિકા ચૂંટણીના પ્રચાર વખતે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરેલી પ્રોપર્ટી ટેક્સમાં સવલતની ઘોષણા મહાપાલિકાના આ વખતના બજેટમાં હવામાં ઓગળી ગઈ છે. પ્રોપર્ટી ટેક્સમાં સવલત બાબતે મહાપાલિકા આયુક્તે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. 

- શિવસેનાએ 500 ચો. ફૂટના ઘર માટે કરમાફીનું વચન આપ્યું હતું

શિવસેનાએ મહાપાલિકા ચૂંટણી માટે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં 500 સ્કવેર ફૂટ સુધીના ઘર માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને 500થી 700 સ્કવેર ફૂટ સુધીના ઘર માટે પ્રોપર્ટી ટેક્સમાં સવલત આપવાની જાહેરાત કરી હતી. બજેટમાં શિવસેનાની પ્રોપર્ટી ટેક્સમાં કરમાફીની ઘોષણા પર પ્રશાસને કોઈ વાત ઉચ્ચારી નહોતી. મુંબઈની ઝૂપડપટ્ટી પર પણ પ્રોપર્ટી ટેક્સ લગાડવાનું બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. એના લીધે 250 કરોડ રૂપિયાનું મહેસૂલ મહાપાલિકાની તિજોરીમાં જમા થશે. પણ ઝૂપડપટ્ટી પર ટેક્સ લગાડવા શિવસેના, ભાજપ સહિત તમામ વિપક્ષે વિરોધ કર્યો છે.

પ્રોપર્ટી ટેક્સ અને જકાત મહાપાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત છે. ગયા વર્ષે પ્રોપર્ટી ટેક્સનો ઉદેશ 5400.41 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. વાસ્તવિકતામાં 3629.58 કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્સ મહાપાલિકાને મળ્યો છે. મુંબઈમાં વધુમાં વધુ માલમત્તા મહાપાલિકાના અખત્યાર હેઠળ આવે એના માટે પ્રશાસને લિડાર સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. આ કામના ટેંડરની પ્રક્રિયા પૂર્ણ થઈને કોન્ટ્રેકટર નિયુક્ત કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણના કારણે ટેક્સના માળખામાંથી છૂટી ગયેલી માલમત્તા શોધવામાં મદદ થશે એમ મહાપાલિકા આયુક્ત અજય મહેતાએ જણાવ્યું હતું. 

હોસ્પિટલોની સુરક્ષા માટે 15.11 કરોડ

હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે એમએસએફસી પાસેથી 400 સિક્યોરિટી ગાર્ડ લેવામાં આવશે. એનો વાર્ષિક ખર્ચ 15.11 કરોડ રૂપિયા છે. આ આર્થિક વર્ષમાં સીસી ટીવી યંત્રણા અને નવા સુરક્ષા ઉપકરણોની ખરીદી માટે 3.50 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shiv Sena Forget To Forgive Property Tax at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended