Home »Maharashtra »Latest News »Mumbai» Sagar Thakkar Has 18 Crore Deposits In Bank Of Hong Kong

મુંબઈ: સાગરના હોંગકોંગની બેંકમાં 18 કરોડ જમા થયેલા

Bhaskar News, Mumbai | Apr 21, 2017, 04:04 AM IST

  • મુંબઈ: સાગરના હોંગકોંગની બેંકમાં 18 કરોડ જમા થયેલા,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ, અમદાવાદમાં કોલ સેન્ટર થકી કરચોર અમેરિકન નાગરિકોને અમેરિકન ટેક્સ અધિકારીને નામે કોલ કરીને કરોડો રૂપિયા વસૂલ કરનાર સૂત્રધાર શેગી ઉર્ફે સાગર ઠક્કરના હોંગકોંગની બેન્કના ખાતાંમાં 18 કરોડ જમા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બુધવારે તેને થાણેની કોર્ટમાં હાજર કરાતાં જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. હવે તેને 2 મેના રોજ ફરી કોર્ટમાં હાજર કરાશે. હાલમાં તેની સુરક્ષાનાં કારણોસર તળોજા જેલમાં રાખવામાં આવ્યો છે.

શેગી સૂત્રધાર હોવાથી તેની ઊલટતપાસમાં અનેક રહસ્ય ખુલ્લાં થશે એવી શક્યતા થાણે પોલીસને જણાઈ રહી છે. તેનાં બેન્ક ખાતાંઓની તપાસ કરતાં 18 કરોડ રૂપિયા હોંગકોંગની બેન્કમાં જમા હોવાની માહિતી મળી છે. આ 18 કરોડ ક્યાંથી આવ્યા તેની હવે તપાસ ચલાવવામાં આવી રહી છે. આમાં હવે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ મદદ કરી રહ્યા છે. આ કેસમાં હજુ 13 આરોપીની શોધ ચાલી રહી છે.  બોગસ કોલ સેન્ટર કૌભાંડમાં જમા કરેલાં નાણાં શેગીએ હોટેલિંગ વ્યવસાયમાં રોકાણ કર્યા છે. શેગીની દુબઈમાં હોટેલ્સ છે. તેણે જૂના મોબાઈલ્સની કોલ ડિટેઈલ પોલીસને હાથ નહીં લાગે તે માટે બધું નષ્ટ કરી દીધું છે.

દરમિયાન શેગીએ વિવિધ કંપનીને નામે 10 બેન્ક ખાતાં ખોલાવી રાખ્યાં હતાં. આમાંથી અમુક ખાતાંમાં કોઈ લેણદેણ કરાઈ નથી, જ્યારે અમુક ખાતાંનો ઓછો ઉપયોગ કરાયો છે. આ ખાતાંઓમાં ફક્ત 5 લાખનાં લેખાંજોખાં અને શિલક હોવાનું જણાયું છે, જ્યારે અમુક જ ખાતાંમાં 2012થી કરોડોમાં લેણદેણ થઈ છે. તે વિશે પણ તપાસ ચાલી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sagar Thakkar Has 18 Crore Deposits in Bank of Hong Kong
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended