Home »Maharashtra »Latest News »Mumbai» Rs 1.35 Crore Fake Notes Seized In Nashik

નાશિકમાં રૂ.1.35 કરોડની નકલી નોટો સાથે NCP કાર્યકર ઝડપાયો

Bhaskar News, Mumbai | Dec 24, 2016, 03:44 AM IST

મુંબઈ:નોટબંધી બાદ નવી અને જૂની નોટો પકડાઈ રહી છે ત્યારે નાશિકમાં ચલણમાંથી બહાર થઈ ગયેલી 500-1000ની 1.35 કરોડની નકલી નોટો સાથે 11 જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના એક સ્થાનિક કાર્યકરનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે સાંજે આ ઘટના નોંધાઈ હતી. પોલીસે આડગાવ વિસ્તારમાં ચાર કારને અટકાવી હતી. તેમાંથી ચલણમાંથી બહાર થઈ ગયેલી રૂ. 500 અને રૂ. 1000 મૂલ્યની રૂ. 1.35 કરોડની નોટો મળી મળી આવી હતી. કારમાં બેઠેલા 11 જણની ધરપરડ કરવામાં આવી છે, એમ પોલીસ કમિશનર રવીંદ્ર સિંઘલે જણાવ્યું હતું.

આ નોટો ધુળેથી નાસિકમાં લાવવામાં આવી હતી. આ નોટો કોને આપવાની હતી તે વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. 8 નવેમ્બરે આ નોટો પર બંધી આવી ગઈ હોવા છતાં તે જ મૂલ્યની નકલી નોટો છાપવા પાછળનું કારણ શું હોઈ શકે તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીમાં છબુ નાગરે રાષ્ટ્રવાદીની શહેર યુવા એકમ પાંખનો ભૂતપૂર્વ પ્રમુખ છે, જ્યારે રામરાવ પાટીલ કોન્ટ્રાક્ટર છે, જે નાશિક મહાપાલિકા માટે કચરો ઉઠાવતાં વાહનોનો પુરવઠો કરે છે. સૂત્રો અનુસાર નાગરે રાષ્ટ્રવાદીના પ્રદેશના એક હેવીવેઈટ રાજકારણી સાથે ઘરોબો ધરાવે છે.

અન્ય આરોપીઓ પુણે, મુંબઈ, નવી મુંબઈ અને થાણેના છે. તેમને પુણેનો સંદીપ સસ્તે (45), મુંબઈના રમેશ પાંગરકર (63), ઈશ્વર પરમાર (50), નિલેશ લાયસે અને પ્રવીણ માંઢરે, થાણેનો રાકેશ કારકુર (29) અને નવી મુંબઈનો ગૌતમ જાધવ તથા નાશિકના સંતોષ ગાયકવાડ (43) અને પ્રભાકર ઘાટે (44)નો સમાવેશ થાય છે. આ બધા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતાં 29મી ડિસેમ્બર સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આરોપીઓ નકલી નોટો ખરી હોવાનું બતાવીને સસ્તામાં આપી નવી નોટો લેવાની તજવીજમાં હોઈ શકે છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
 
આગળની સ્લાઇડમાં વાંચો, વૈદ્યનાથ સહકારી બેંકની 11 શાખા પર CBIના દરોડા....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rs 1.35 Crore Fake Notes Seized in Nashik
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext