Home »Maharashtra »Latest News »Mumbai» Resident Doctors Retreated After The Threatened Of Court And Government At Mumbai

377 દર્દીનાં મોત: કોર્ટ-સરકારની ચીમકી પછી નિવાસી ડોક્ટરોની પીછે હઠ

Bhaskar News, Mumbai | Mar 25, 2017, 03:32 AM IST

મુંબઈ:નિવાસી ડોક્ટરોના આંદોલનનો સૌથી મોટો ફટકો તાકીદનો ઉપચાર જરૂરી હતો તેવા દરદીઓને બેઠો હોઈ આ આંદોલન દરમિયાન મુંબઈ સહિત રાજ્યની વિવિધ મહાપાલિકા અને સરકારી હોસ્પિટલોમાં 377 દરદીનાં મોત થયાં હોવાની આંચકાજનક માહિતી બહાર આવી છે.

135 દર્દીએ જીવ ગુમાવ્યો

મહાપાલિકા અને સરકાર વતી આજે મુંબઈ હાઈ કોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. ડોક્ટરોના આંદોલન દરમિયાન મુંબઈમાં મહાપાલિકાની ત્રણ હોસ્પિટલમં 135 દરદીનાં મોત થયાં છે. તેમાં કેઈએમમાં 53, નાયરમાં 34, સાયનમાં 48 દરદીનાં મોત થયાં હોવાનું મહાપાલિકાના વકીલે કોર્ટેને જણાવ્યું હતું. મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં 8, જીટીમાં 5, કામામાં 1 અને જેજે હોસ્પિટલમાં 32 દરદીનાં મોત થયાં છે. કેઈએમના ડીન ડો. અવિનાશ સુપેએ જોકે મૃત્યુ અત્યાવશ્યક સેવાને અભાવે થયાં હોવાનો આરોપ ફગાવી દીધો છે.

પાંચ દિવસમાં જે મૃત્યુ થયાં છે તે સામાન્ય રીતે થયાં છે. આંદોલન ન હોય ત્યારે પણ સામાન્ય રીતે દરદીઓનાં મોતનું પ્રમાણ આટલું જ હોય છે, એવો બચાવ તેમણે કર્યો હતો. દરમિયાન રાજ્યભરના ડોક્ટરોના આંદોલન દરમિયાન 377 દરદી મૃત્યુ પામ્યા છે. મિરજની જીએમસી હોસ્પિટલમાં 35, સોલાપુરની વીએમએમસી હોસ્પિટલમાં 26, નાગપુરની જીએમસી હોસ્પિટલમાં 18, યવતમાળની વી એન જીએમસી હોસ્પિટલમાં 18, અકોલા ખાતે જીએમસી હોસ્પિટલમાં 23, ઔંગાબાદ ખાતે જીએમસી હોસ્પિટલમાં 57, અંબાજોગાઈની સ્ટાર જીએમસી હોસ્પિટલમાં 19 દરદીનાં મોત થયાં છે.

સરકાર- કોર્ટની ફટકાર પછી પીછેહઠ

અમે એસોસિયેશનના સભ્યોને ફરજ પર જોડાઈ જવા માટે ફરીથી વિનંતી કરીશું એવું શુક્રવારે કહીને શનિવારે સવારે 8 વાગ્યા સુધી મુદત આપો. એવી વિનંતી અરજી માર્ડના અધ્યક્ષ યશોવર્ધન કાબ્રા અને મહામંત્રી સ્વપ્નિલ મેશ્રામે હાઈ કોર્ટમાં કરી હતી. આ પછી મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલ્લુ અને ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે મુદત મંજૂર કરી હતી. આમ છતાં ડોક્ટરો ફરજ પર જોડાય નહીં તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થશે. માર્ડે પણ જો તેઓ મુદત અનુસાર કામે નહીં જોડાય તો કાર્યવાહી કરો એવું લેખિતમાં કોર્ટને આપ્યું છે. કોર્ટે આગામી સુનાવણી સોમવાર પર રાખી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ડોક્ટરોને માફી નહીં: મુખ્ય મંત્રી...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Resident Doctors Retreated After the Threatened of Court and Government at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended