Home »Maharashtra »Latest News »Mumbai» Resentment Among The People RBI Did Not Accept The Old Notes

મુંબઈ: RBIએ જૂની નોટો ન સ્વીકારતાં લોકોમાં આક્રોશ

Bhaskar News, Mumbai | Jan 05, 2017, 05:08 AM IST

  • મુંબઈ: RBIએ જૂની નોટો ન સ્વીકારતાં લોકોમાં આક્રોશ,  mumbai news in gujarati
મુંબઈ:મુંબઈ સ્થિત રિઝર્વ બેંકના કાર્યાલયની બહાર કેટલાક લોકોએ ચલણમાંથી રદ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા લાઈન લગાવી હતી છતાં બેંકે એ બદલવાનું નકારી કાઢ્યું હતું. એ પછી લોકો રોષે ભરાયા હતા.  મોટા ભાગના લોકો પાસે 10 હજારથી પણ ઓછી કિંમતની રદ થયેલી નોટો હતી. એ માટે સામાન્ય કારણ હતું કે ઘરમાં ગૃહિણીઓએ કે વરિષ્ઠ નાગરિકોએ આ નોટો સંતાડીને રાખી હતી જેની જાણ મોડેથી થઈ હતી. 

નોટબંધીની ઘોષણાના વટહુકમ પછી પણ લાઈનમાં ઊભેલા એક વ્યક્તિ પાસે 65 હજાર રૂપિયાની જૂની નોટો હતી. અમને એના માટે માઠુ લાગે છે પણ એ માટે કંઈ જ કરી શકતા નથી. સરકારનો વટહુકમ સર્વોપરી છે એમ રિઝર્વ બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું. જૂની નોટો લેવાના આરબીઆઈના ઈનકાર અંગે આક્રોશપૂર્ણ રીતે વિરોધ કરતાં અનેક નાગરીકોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ 8મી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી ત્યારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જૂની નોટો 31મી ડિસેમ્બર સુધી બેન્કોમાં અને ત્યાર બાદ 31મી માર્ચ સુધી રીઝર્વ બેન્કની ઓફિસોમાં સ્વીકારી શકાશે. તો પછી આરબીઆઈ નોટ સ્વીકારવાનો ઈનકાર કેવી રીતે કરી શકે? 

વિદેશથી આવતા એનઆરઆઈ મહત્તમ 25 હજારની રકમ જમા કરાવી શકે છે. નોટબંધીના સમગ્ર સમગાળા દરમિયાન વિદેશ ગયેલા ભારતીયો પર જૂની નોટો જમા કરાવવાની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી. જો કે રિઝર્વ બેંક ઈન્કમટેક્સ ડિપાર્ટમેંટ સાથે ડેટા વહેંચી રહી છે જેના લીધે રકમ જમા કરાવનાર ઘણા લોકોની પૂછપરછ થઈ શકે છે. રિઝર્વ બેંકમા ભલે રૂપિયા જમા કર્યા હોય પણ એ સીધા સંબંધિત વ્યક્તિની બેંકના ખાતામાં જમા કરે છે અને એ માટે નોટો બદલવાની કોઈ સુવિધા નથી. જમા કરવામાં આવેલી મોટી રકમ શંકાની જાળમાં આવી શકે છે અને એ બાબતે ફાઈનાન્સીયલ ઈન્ટેલિજન્સ યુનિટને જાણ કરવામાં આવશે. 

જે લોકો જૂની નોટો લાવેલા એમના માટે કસ્ટમ ડિપાર્ટમેંટે પહેલાં બે દિવસ કોઈ સર્ટિફિકેટ આપ્યું નહોતું. તેથી રિઝર્વ બેંક એનઆરઆઈ પાસે આવી કસ્ટમ રસીદનો આગ્રહ રાખતી નથી. એના પરિણામ સ્વરૂપે જે લોકો 31 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીના સમયગાળામાં પાછા ફર્યા હોય  તેમને 25 હજાર રૂપિયા જમા કરાવવાની છૂટ આપવામાં આવી છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે 8 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે એનઆરઆઈ અને વિદેશ ગયેલા ભારતીયો મુંબઈ, ન્યૂ દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને નાગપુર સ્થિત રિઝર્વ બેંકમાં રૂપિયા જમા કરાવી શકે છે. 

માત્ર NRI-વિદેશથી આવતા ભારતીયોની નોટ સ્વીકારાશે

સરકારે નોટબંધી અંગે તાજેતરમાં જાહેર કરેલા જાહેરનામા હેઠળ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિસો માત્ર બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને વિદેશથી પરત આવનારા ભારતીયોની જ જૂની નોટો સ્વીકારશે. એનઆરઆઈને 31મી માર્ચ અને વિદેશથી આવનારા ભારતીયો માટે 31મી જૂન સુધીમાં જૂની નોટો તેમના ખાતામાં જમા કરાવવા માટેની છૂટ અપાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Resentment Among The People RBI Did Not Accept The Old Notes
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended