Home »Maharashtra »Latest News »Mumbai» Republic Day Parade In First Time Involvement State Election Commission Float

પ્રજાસત્તાક પરેડમાં રાજ્ય ચૂંટણી પંચના ફ્લોટનો સૌ પ્રથમ વખત સમાવેશ

Bhaskar News, Mumbai | Dec 29, 2016, 04:04 AM IST

  • પ્રજાસત્તાક પરેડમાં રાજ્ય ચૂંટણી પંચના ફ્લોટનો સૌ પ્રથમ વખત સમાવેશ,  mumbai news in gujarati
મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે મતદાર જાગૃતિ તથા 73 અને 74માં રાજ્ય બંધારણના સુધારાને 25 વર્ષ પૂરા થતા હોવાથી એ નિમિત્તે શિવાજી પાર્કમાં 26 જાન્યુઆરી 2017ના એટલે કે પ્રજાસત્તાક દિને થનારી પરેડમાં રાજ્ય ચૂંટણી પંચના ફ્લોટનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ આયુક્ત જે.એસ.સહારિયાના હસ્તે આ ફ્લોટની પ્રતિકૃતિનું અનાવરણ બુધવારે કરવામાં આવ્યું હતું.

પંચના કાર્યાલયમાં થયેલા આ કાર્યક્રમ વખતે સામાન્ય પ્રશાસન વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ તથા મુખ્ય રાજશિષ્ટાચાર અધિકારી સુમિત મલીક, પંચના સચિવ શેખર ચન્ને, સર જે.જે. આર્ટ કોલેજના ડીન વિશ્વનાથ સાબળે, અધિવ્યાખ્યાતા વિજય બોંદર વગેરે ઉપસ્થિત હતા. 73 અને 74મા બંધારણના સુધારાને કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને મજબૂતી મળી હતી અને એ પછી રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત હવે બૃહન્મુંબઈ સહિત 10 મહાપાલિકાઓ, 26 જિલ્લા પરિષદો અને 296 પંચાયત સમિતિઓની ચૂંટણી થવાની છે. એ પાર્શ્વભૂમિ પર આ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. 

ફ્લોટની સંકલ્પના સર જે.જે.આર્ટ કોલેજની હોઈ તેઓ જ એનું નિર્માણ કરશે. એના પ્રથમ ભાગ પર ઉડતા સફેદ ઘોડાનું શિલ્પ હશે. એ ભારતના રાષ્ટ્રચિહ્ન અશોક સ્તંભ પરથી લીધું છે. ફ્લોટના મધ્ય ભાગમાં મહાપાલિકાઓ, નગરપરિષદો, જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતોની ઈમારતોને પ્રતિનિધિ સ્વરૂપે દેખાડવામાં આવશે. ફ્લોટ પર મતદારોને મતદાન માટે હાકલ કરતો લાઈવ વિડિયો હશે. પાછળની બાજુએમોટી એલઈડી સ્ક્રીન હશે. એના પર મતદાર જાગૃતિ સંદર્ભે પોસ્ટર્સ, ચિત્રો, ઓડિયોવિડિયો વિઝ્યુલ્સ વગેરે હશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Republic Day Parade in First Time Involvement State Election Commission Float
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext