Home »Maharashtra »Latest News »Mumbai» Ravi Pujari Threatens Advocate Of Hacker Manish At Mumbai

મુંબઈ: એથિકલ હેકર મનીષનાં મહિલા વકીલને રવિ પુજારીની ધમકી

Bhaskar News, Mumbai | Apr 04, 2017, 03:19 AM IST

  • મુંબઈ: એથિકલ હેકર મનીષનાં મહિલા વકીલને રવિ પુજારીની ધમકી,  mumbai news in gujarati
મુંબઈ:મહારાષ્ટ્રના તત્કાલીન મંત્રી એકનાથ ખડસે અને કરાચી સ્થિત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી એવો દાવો કરવા બદલ જેલના સળિયા પાછળ ધકેલાયેલા વડોદરાના હેકર મનીષ ભંગાળેની વકીલ ગીતાંજલિ લોખંડેને ગેન્ગસ્ટર રવિ પૂજારીની ધમકી મળી છે. લોખંડેએ પુણે પોલીસ કમિશનરને આજે કરેલી ફરિયાદમાં એવો દાવો કર્યો છે 1 એપ્રિલે બપોરે રવિ પૂજારી તરીકે પોતાની ઓળખ આપનાર એક શખસે મારા મોબાઈલ ફોન પર કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
 
જો હું મનીષ ભંગાળે માટે વકીલ તરીકે કોર્ટમાં કેસ લડીશ તો મને અને મારા પરિવારને ખતમ રી દેવાશે. સૌપ્રથમ અમે મનીષને ખતમ કરીશું, જે પછી તમને અને તમારા પરિવારને ખતમ કરાશે, એમ ફરિયાદમાં જણાવાયું છે. ફોન કરનારને એવો દાવો કર્યો છે કે ગયા મહિને તેણે બેંગ્લુરુમાં એક વકીલની હત્યા કરી છે અને જો કેસમાંથી પીછેહઠ નહીં કરે તો આગામી નિશાન તે હશે. લોખંડેએ પોતાને માટે અને પરિવાર માટે પોલીસ રક્ષણ પણ
માગ્યું છે. આ વિશે પુણેનાં પોલીસ કમિશનર રશ્મી શુક્લાનો પીટીઆઈએ સંપર્ક કરતાં ફરિયાદ થઈ હોવાને સમર્થન આપીને આ કેસની તપાસ ચાલી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
 
નોંધનીય છે કે ખડસે વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા બદલ ફોર્જરી અને છેતરપિંડીના આરોપ હેઠળ ભંગાળેની 31મી માર્ચે ધરપકડ કરાઈ હતી. પોલીસ અનુસાર ભંગાળેએ ખડસે અને દાઉદ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી એવું બતાવવા માટે કોમ્પ્યુટર પર નકલી મોબાઈલ બિલ બનાવ્યું હતું. ગયા વર્ષે ભંગાળેએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરીને પોલીસ કેસ દબાવી રહી હોવાથી સીબીઆઈને તપાસ સોંપવામાં  એવી અરજી કરી હતી.
ભંગાળેએ દાવો કર્યો હતો કે તેણે ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિ.ની ઓથેન્ટિકેશન પ્રક્રિયા હેક કરી હતી,  જ્યાંથી તેણે દાઉદના ફોન રેકોર્ડ મેળવ્યા છે.
 
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતાં એટીએસ દ્વારા તપાસ કરવામાં આવીહતી, જેમાં ખડસે અને દાઉદ વચ્ચે આવા કોઈ ફોન કોલ્સ થયા નહોતા એવું પુરવાર થયું હતું, જેથી ખોટા આરોપો કરવા બદલ પોલીસે ભંગાળેની ધરપકડ કરી છે.  કેબિનેટ કક્ષાના મંત્રી ખડસે સામે ગયા વર્ષે જૂનમાં જમીન સોદામાં ગેરરીતિના આરોપ થયા પછી તેમને પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. ખડસે પર આરોપબાજી ચાલુ હતી ત્યારે જ ભંગાળે પણ મેદાનમાં ઊતરતાં ખડસે મુશ્કેલીમાં મુકાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ravi Pujari Threatens advocate of Hacker Manish at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended