Home »Maharashtra »Latest News »Mumbai» Raj Thackeray Indirectly Criticised On Shiv Sena And BJP At Mumbai

પૈસો જીત્યો, કામ હારી ગયું, આ છેલ્લી હાર: રાજનું દુ:ખ

Bhaskar News, Mumbai | Mar 11, 2017, 04:16 AM IST

  • પૈસો જીત્યો, કામ હારી ગયું, આ છેલ્લી હાર: રાજનું દુ:ખ,  mumbai news in gujarati
મુંબઈ:ગત મહાપાલિકાની ચૂંટણીમાં મનસેએ જોયેલી છેલ્લી હાર હશે, એવો દાવો કરીને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ 2019ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો આદેશ આપ્યો છે. આ જ રીતે કરેલાં વિકાસકામો અને ચૂંટણીનો કોઈ સંબંધ હોતો નથી એ બાબત મારા ધ્યાનમાં આવી હોઈ આ પછીની ચૂંટણી જીતવા માટે જે જરૂરી છે તે બધું જ મનસે પણ કરશે, એમ કહીને ચૂંટણીની આડમાં શિવસેના અને ભાજપ પર પણ અપ્રત્યક્ષ રીતે ટીકા કરી હતી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 11મા સ્થાપના દિવસે પાર્ટીના પ્રમુખે વ્યક્ત કરી પીડા

મનસેના 11મા સ્થાપના દિવસે ગુરુવારે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં તેમણે પૈસો જીત્યો અન કામ હાર્યું એમ એક વાક્યમાં હારનું વિશ્લેષણ કર્યું હતું. મનસેના ઉમેદવારોને મતો આપ્યા તેમના તેમણે આભાર માન્યા. જોકે જેમણે ક્યારેય કોઈ કામ કર્યાં નથી, ઊલટું બહારના ગુંડાઓ પક્ષમાં લઈને તેમણે ચૂંટણીમાં ઊભા રાખ્યા તેમને લોકોએ ચૂંટી કાઢ્યા એ વિશે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. લોકોએ પાડેલી આ પ્રથમ ભવિષ્યમાં બહુ ત્રાસદાયક નીવડવાની છે એવો ડર પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમના ભાષણમાં નાશિકમાં હારનું દુ:ખ સ્પષ્ટ છલકાતું હતું.

નાશિકમાં આપણે વિકાસકામો કર્યાં એ મોટી ભૂલ થઈ એમ તેમણે ઉપહાસાત્મક રીતે વિધાન કરીને કહ્યું, આ હારે મને ચૂંટણી કઈ રીતે લડવી તે શીખવ્યું છે. આથી આ પછી લોકોને જે જોઈએ તેનો પુરવઠો કરાશે એવું સૂચન વિધાન તેમણે કર્યું. આ ચૂંટણી જીત્યા છે તેમના ફાંસા લઈને આ પછીની ચૂંટણી લડાવીશું એવું વિધાન કરીને તેમણે અપ્રત્યક્ષ રીતે ચૂંટણી જીતેલા પક્ષે લક્ષ્ય કરીને તેમની જીત સામે શંકા વ્યક્ત કરી છે. તેમણે મનસેની કાર્યપદ્ધતિ બદલવાના સંકેત પણ  સમયે આપ્યા હતા. હમણાં સુધી તમે મને મળવા આવતા હતા. આ પછી હું અને બધા નેતાઓ તમને મળવા આવીશું એમ તેમણે કાર્યકરોને ઉદ્દેશીને કહ્યું હતું.

દરમિયાન ભાજપના વિધાનસભ્ય પ્રશાંત પરિચારકે લશ્કરી જવાનોની પત્ની બાબતે કરેલા વાંધાજનક વિધાનો પર રાજે જણાવ્યું હતું કે આવા લોકોને ચોકમાં ઊભા રાખીને જૂતાઓથી ફોડી નાખવા જોઈએ. અમે પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ ભૂમિકા ભજવીએ ત્યારે અમારી ટીકા થાય છે જ્યારે ભાજપ કશું પણ કરે તો બધું ખપી જાય છે એમ કહીને તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Raj Thackeray Indirectly Criticised on Shiv Sena and BJP at Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended