Home »Maharashtra »Latest News »Mumbai» Pune Metro Land Inauguration Held By Prime Minister Modi

પુણેમાં વડા પ્રધાન મોદીને હસ્તે પુણે મેટ્રોનું ભૂમિપૂજન

Bhaskar News, Mumbai | Dec 24, 2016, 04:42 AM IST

  • પુણેમાં વડા પ્રધાન મોદીને હસ્તે પુણે મેટ્રોનું ભૂમિપૂજન,  mumbai news in gujarati
મુંબઈ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વે જ કોંગ્રેસે પુણે મેટ્રોનું ભૂમિપૂજન કરી નાખ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણને હસ્તે ભૂમિપૂજન પાર પાડવામાં આવ્યું. બીજી બાજુ શનિવારે ભાજપ- રાષ્ટ્રવાદી તરફથી વડા પ્રધાન મોદીને હસ્તે પુણે મેટ્રોનું નારિયેળ વધેરવામાં આવશે.

પુણેમાં સ્વારગેટ ખાતે કોંગ્રેસે 23 ડિસેમ્બરે જ મેટ્રોનું ભૂમિપૂજન કરી નાખ્યું, એમ પુણેના કોંગ્રેસ અધ્યક્ષ રમેશ બાગવેએ જણાવ્યું હતું. પુણે મેટ્રોને પૃથ્વીરાજ ચવ્હાણ મુખ્ય મંત્રી હતા ત્યારે જ માન્યતા મળી હતી. પુણેમાં મેટ્રો લાવવાના નિર્ણયમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, એવો દાવો તેમણે કર્યો હતો.

દરમિયાન ભાજપે પુણે મેટ્રો પૂર્વે નાગપુર મેટ્રોનું ભૂમિપૂજન શા માટે કર્યું એવો પ્રશ્ન પૃથ્વીરાજ ચવ્હાણે પૂછ્યો છે. શનિવારે મોદીને હસ્તે પુણે મેટ્રોનું ભૂમિપૂજન થવાનું છે. આ કાર્યક્રમમાં શરદ પવાર હાજર રહેવાના છે. જોકે મહાપાલિકાએ પવારને હસ્તે ઉદઘાટન કરવાનું નક્કી કર્યું હોવા છતાં મોદીને હસ્તે ભૂમિપૂજન શા માટે એવો પ્રશ્ન કોંગ્રેસે પૂછ્યો છે. પુણે મેટ્રોનું ભૂમિપૂજન શરદ પવારને હસ્તે થવું જોઈએ એવો ઠરાવ મહાપાલિકામાં કોંગ્રેસના ટેકાથી મંજૂર કરાયો હતો. જોકે પુણેના મેયર પ્રશાંત જગતાપે ભાજપ સાથે સાઠગાંઠ કરી. આ નિર્ણય પરથી યુટર્ન લઈને શરદ પવાર ફક્ત કાર્યક્રમમાં હાજર રહેશે તેની પર સંમતિ દર્શાવી છે એવો આરોપ પણ બાગવેએ કર્યો છે.

ભાજપ અને રાષ્ટ્રવાદી વિવાદનો અંત

પુણે મેટ્રો ભૂમિપૂજન પરથી રાષ્ટ્રવાદી અને ભાજપમાં વાદવિવાદ હાલમાં શમી ગયો છે. 24 ડિસેમ્બરે પવાર અને મોદી એક મંચ પર આવી રહ્યા છે, એવી માહિતી મેયર પ્રશાંત જગતાપે આપી હતી. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની મધ્યસ્થીથી રાષ્ટ્રવાદીએ એક પગલું પાછળ લીધું છે. આથી 23 ડિસેમ્બરે પુણે મેટ્રોનો ભૂમિપૂજનનો પ્રસ્તાવિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રવાદી તરફથી કહેવામાં આવી રહ્યું છે. પવારે 24મીના કાર્યક્રમમાં નહીં બોલાવાય તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ 23મીએ સાંજે મેટ્રોનું ભૂમિપૂજન કરશે એવો ઈશારો પણ પુણેના મેયર પ્રશાંત જગતાપે આપ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pune Metro Land Inauguration held by Prime Minister Modi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended