Home »Maharashtra »Latest News »Mumbai» Prime Minister Foundation Stone Laying Ceremony Of Shiva Memorial In Mumbai

મુંબઈ: ઉદ્ધવની નારાજી દૂર, શિવસ્મારકના ભૂમિપૂજનમાં મોદી સાથે હાજર રહેશે

Bhaskar News, Mumbai | Dec 22, 2016, 04:08 AM IST

  • મુંબઈ: ઉદ્ધવની નારાજી દૂર, શિવસ્મારકના ભૂમિપૂજનમાં મોદી સાથે હાજર રહેશે,  mumbai news in gujarati
મુંબઈ:અરબી સમુદ્રમાં ઊભા કરવામાં આવનાર શિવસ્મારકના ભૂમિપૂજન માટે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત રહેશે કે નહીં એના પરથી ચાલતી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાયું છે. ઉદ્ધવની નારાજગી દૂર થઈ હોઈ તેમણે ભૂમિપૂજનના કાર્યક્રમનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 24 ડિસેમ્બરના શિવસ્મારકનું જળપૂજન થશે. આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે એવી માહિતી રાજ્યના મંત્રી ચંદ્રકાંત પાટીલે આપી હતી. 

મુંબઈમાં 24મીએ વડાપ્રધાનના હસ્તે શિવસ્મારકનું ભૂમિપૂજન

ઉદ્ધવને સમજાવવામાં ભાજપ નેતાઓને સફળતા મળી હતી. શિવસ્મારકના ભૂમિપૂજનનું નિમંત્રણ ઉદ્ધવે સ્વીકાર્યું હોવાનું ચંદ્રકાંત પાટીલ અને વિનોદ તાવડેએ જણાવ્યું હતું. ભાજપના આ બંને નેતાઓ બુધવારે સવારના માતોશ્રી પર ઉદ્ધવની મુલાકાત લીધી હતી. પાટીલે જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચે અંતર નથી. વડાપ્રધાનના હસ્તે શિવસ્મારકનું ભૂમિપૂજન થવાનું હોઈ આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેનું યથોત્ચિત સન્માન કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. ઉદ્ધવે શું જણાવ્યું હતું? શિવસ્મારકના ભૂમિપૂજન માટે ગેરહાજર રહેવા કોઈ કારણ નથી. બધું રાબેતા મુજબ થતું હશે તો ભૂમિપૂજન માટે જઈશ.

સારા કામ માટે અમે હંમેશા ટેકો આપ્યો છે એમ ઉદ્ધવે જણાવ્યું હતું. મુખ્યમંત્રી અને હું સંપર્કમાં છીએ. તેથી અન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી એમ ઉદ્ધવે રત્નાગિરિમાં જણાવ્યું હતું. દરમિયાન વડા પ્રધાન 24મીએ મુંબઈ આવવાના હોવાથી આગામી મહાપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શિવસ્મારક સહિત ઘણા બધા પ્રોજેક્ટોના ઉદઘાટનના ધડાકા કરવાની યોજના મહારાષ્ટ્ર ભાજપે બનાવી છે. વડા પ્રધાન મુંબઈ પછી પુણે મેટ્રોનું પણ ભૂમિપૂજન કરવા જવા0નું નિર્ધારિત છે. આથી વડા પ્રધાન તંગ કાર્યક્રમ વચ્ચે મુંબઈ- પુણેમાં અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન કઈ રીતે કરે છે તે જોવાની સૌને ઉત્સુકતા છે.

જાહેરાત પર 18 કરોડ ખર્ચ

દરમિયાન સરકારે 24મી ડિસેમ્બર એકસાથે ઘણા બધા કાર્યક્રમમાં ધૂમધડાકા કરવાની જાહેરાત પાછળ 18 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે એવી વાત બહાર આવી છે. એક બાજુ રાજ્યની તિજોરી પર દેવાનો બોજ છે ત્યારે જાહેરાત પર આટલા પૈસાનો વેડફાટો શા માટે એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રોજેક્ટોના ઉદઘાટનની માહિતી ખૂણેખાંચરે પહોંચાડવા માટે રાષ્ટ્રભરમાં બેનરબાજી ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એવી પણ માહિતી મળી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Prime Minister Foundation Stone Laying Ceremony of Shiva Memorial in Mumbai
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext