Home »Maharashtra »Latest News »Mumbai» Pranab Mukherjee Said Free Communication Required In University

દેશની યુનિ.માં મુક્ત સંવાદની જરૂરી: મુખરજી

Bhaskar News, Mumbai | Mar 27, 2017, 04:34 AM IST

  • દેશની યુનિ.માં મુક્ત સંવાદની જરૂરી: મુખરજી,  mumbai news in gujarati
મુંબઈ:દેશની યુનિવર્સિટીમાં મુક્ત સંવાદની જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ અને દ્વેષ માટે સ્થાન ન હોવું જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ મત અને વિચારોને મુક્ત જગ્યા કરી આપવાની જરૂર છે એવું પ્રતિપાદન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મુંબઈમાં કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી તરફથી તાજેતરમાં હરિતક્રાંતીના જનક ડોકટર એમ.એસ. સ્વામીનાથનનું રાષ્ટ્રપતિના હસ્તે એલએલડી વિશેષ પદવીથી સન્માન કરાયું હતું. એ સમયે રાષ્ટ્રપતિ બોલતા હતા.

આ સમયે રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ, ઉચ્ચ અને તંત્ર શિક્ષણ મંત્રી વિનોદ તાવડે, મુંબઈ યુનિવર્સિટીના કુલગુરુ ડો. સંજય દેશમુખ, કુલસચિવ ડો. એમ.એ.ખાન વગેરે મહાનુભવો ઉપસ્થિત હતા. યુનિવર્સિટીને 160 વર્ષ થયા નિમિત્તે યુનિવર્સિટીની વિશેષ ટપાલ ટિકિટનું અનાવરણ છે. દેશના વિકાસમાં ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ અધોરેખિત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાત અનુસાર અભ્યાસક્રમમાં ફેરફાર કરીને કુશળ મનુષ્યબળ ઉપલબ્ધ કરી આપવાની જરૂર છે.

કૃષી ક્ષેત્રના શાશ્વત વિકાસ સાથે જ ઉચ્ચ દરજ્જાનું અનાજ નિર્માણ કરવા સંશોધન જરૂરી છે. વૈશ્વિક ઈકો સિસ્ટમનો અભ્યાસ કરીને નવનિર્માણ માટે સંશોધન કરવું જોઈએ. આ સન્માનનો જવાબ આપતા ડોકટર એમ.એસ. સ્વામીનાથન લાગણીશીલ બની ગયા હતા. રાષ્ટ્રપતિના હસ્તે થયેલ સન્માન મારા માટે અભિમાનની વાત છે. આપણે એક તરફ ગ્રહો પર પહોંચીએ છે છતાં હવામાન ફેરફાર અને સમુદ્રની વધેલી સપાટી જેવા મુખ્ય પડકાર આપણી સમક્ષ છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણ ખરેખર ગંભીર સમસ્યા હોઈ એ ઓછી કરવા માટે યુનિવર્સિટીએ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ આદિવાસી વિસ્તારમાં જઈને સામાજિક સંશોધન પર ભાર મૂકવાની જરૂર છે એમ સ્વામીનાથને જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pranab Mukherjee Said Free Communication Required in University
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended