Home »Maharashtra »Latest News »Mumbai» PM Visit Pune City And Declare New Projects

દેશમાં ભ્રષ્ટાચારના અંત સુધી ઉંઘીશ નહીં : મોદી

Bhaskar News, Mumbai | Dec 25, 2016, 03:00 AM IST

  • દેશમાં ભ્રષ્ટાચારના અંત સુધી ઉંઘીશ નહીં  : મોદી,  mumbai news in gujarati
પુણેઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાંજે સાડા સાત વાગ્યે પુણે મેટ્રો યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પુણેની કૃષિ મહાવિદ્યાલયના મેદાન પર આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી શરદ પવાર સહિત રાજ્યપાલ સી. વિદ્યાસાગરરાવ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડુ, નિતીન ગડકરી ઉપસ્થિત હતા. પુણે મેટ્રો નિમિત્તે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને શરદ પવાર એક મંચ પર ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં પુણેરી પાઘડી અને મહાત્મા જ્યોતીબા ફૂલેની મૂર્તી આપીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શરદ પવારે ભાષણ આપવાનું ટાળ્યું હતું. લાખો પુણેવાસીઓએ મોબાઈલની ટોર્ચથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.દેશનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. તેથી ગામડાઓના સ્તરે વિકાસના કામ ઝડપથી થવા જોઈએ. સુવિધાઓ મળશે તો લોકો ગામડા છોડશે નહીં. તેથી તાત્પૂરતા ફાયદા ન જુઓ અને દીર્ઘદષ્ટિથી વિકાસના કામ કરો. ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ આપશું. શહેરોની જેમ ગામડાઓને પણ ડિજિટલ ઈંડિયાની જરૂર છે.

અઢી લાખ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવાનું કામ ચાલુ છે એમ જણાવતા વડાપ્રધાન મોદીએ ગામડાઓના વિકાસ પર ભાર મૂક્યો હતો. લોકોને હાઈવે પણ જોઈએ છે અને આઈવે (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) પણ. ફક્ત ચૂંટણીઓ નજર સમક્ષ રાખીને વિકાસ ન જોઈએ. પુણે વિદ્યાનું પિયર છે. પુણેએ કેશલેસ તરફ વળવું, ઈ વોલેટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો એમ તેમણે ઉમેર્યું હતું.
પોતાના ભાષણમાં વડાપ્રધાને કાળા નાણાનો સંગ્રહ કરનાર લોકો પર નિશાન તાક્યું હતું.

નોટબંધી કરીને મેં બધાને એક જ કતારમાં ઊભા કર્યા. લોકોને નોટબંધીથી જે હેરાનગતિ થઈ એની વેદના મેં પણ અનુભવી છે. કેટલાક લોકોએ કાળુ નાણું છુપાવવા બેંકમા રાખ્યું પણ તેમનું મોઢું કાળુ થયું.
હજી પણ તક છે, કાળા નાણા બેંકમા જમા કરાવો, નિયમો પાળો નહીં તો ભારે પડશે. 8 નવેમ્બર પછી ગરીબોની તાકાત વધી છે. ખૂબ હિંમતથી મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ શરૂ કરી છે.1988માં અઘોષિત સંપતિ વિરુદ્ધ કાયદો પસાર થયો ત્યારે એ ફાઈલ અન્ય ફાઈલો નીચે દબાઈ ગઈ.

મુઠ્ઠીભર લોકોના નિયંત્રણના દિવસ પૂરા થયા. દેશમાં સવાસો કરોડ લોકોનો અવાજ સંભળાશે. કેટલાક લોકો આ અવાજ દબાવી શકશે નહીં. હજી પણ સમય ગયો નથી. કાળા નાણા પાછા આપો. સાંભળશો નહીં તો હું પણ ભ્રષ્ટાચારનો અંત નહીં થાય ત્યાં સુધી ઉંઘીશ નહીં એવી ચેતવણી વડાપ્રધાને આપી હતી.

પુણેમાં ભૂમિપૂજન પહેલાં બોમ્બ જેવી વસ્તુ મળી

પુણેમાં મેટ્રો યોજનાના ભૂમિપૂજન પહેલાં પિંપરીમાં બોમ્બ જેવી વસ્તુઓ મળી આવવાથી ખળભળાટ મચી ગયો હતો. વિશ્વનાથ ગણપત સાળુંખે (58, ઔંદુબર કોલોની, વાલ્હેકરવાડી રોડ, ચિંચવડ) નામની વ્યક્તિના ઘરમાંથી આ વિસ્ફોટકો મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે વિશ્વનાથની ધરપકડ કરી હતી અને એના પર એક્સપ્લોઝીવ એક્ટ અનુસાર ગુનો દાખલ કર્યો હતો.  ચિંચવડ પોલીસના જણાવ્યા અનુસાર એક મહિલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન ગુરુવારે પોલીસને આવ્યો હતો.

પોલીસ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત બોમ્બશોધક ટીમના બ્રિગેડિયર્સે વિશ્વનાથ સાળુંખેની ઘરમાં તપાસ કરી હતી. એમાં પોલીસને વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વિસ્ફોટકો ઓછી તીવ્રતાવાળા છે.  પોલીસને પહેલાં એમ લાગ્યું હતું કે ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર દર્દી છે. પણ વિસ્ફોટકો મળ્યા પછી પોલીસે કાર્યવાહી કરતા પુણેની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો હતો. પોલીસે વિશ્વનાથની કસીને પૂછપરછ કરી હતી.

કોંગ્રેસનું ભૂમિપૂજન એ ભૂમિપૂજન નથી

નદીઓના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે 950 કરોડ રૂપિયા આપ્યા છે. વડાપ્રધાને પુણેનો સમાવેશ સ્માર્ટ સિટીમાં કર્યો એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. લાલ કિલ્લા પર જઈને ભાષણ આપવાથી કોઈ વડાપ્રધાન બનતું નથી એવી જ રીતે ગઈકાલે થયેલું ભૂમિપૂજન અધિકૃત નહોતું. કોંગ્રેસનું ભૂમિપૂજન એ ભૂમિપૂજન નથી. તમારી સત્તા હતી ત્યારે પુણે મેટ્રોને શા માટે માન્યતા આપી નહોતી. તમે તો મેટ્રો યોજનામાં 256 ત્રુટિઓ કાઢી હતી એમ જણાવી મુખ્યમંત્રીએ કોંગ્રેસની ટીકા કરી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PM visit pune city and declare new projects
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext