Home »Maharashtra »Latest News »Mumbai» PM Mpdi Visit Mumbai And Inaugurates The Shivajis Idol

મુંબઈ માટે 1.06 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ,

Bhaskar News, Mumbai | Dec 25, 2016, 02:59 AM IST

  • મુંબઈ માટે 1.06 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ,,  mumbai news in gujarati
મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અને શહેરમાં બે મેટ્રો લાઈન્સ સહિત 1.06 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કર્યા હતા. એક જ કાર્યક્રમમાં એક જ શહેરમાં 1.06 ટ્રિલિયનથી વધુના વિકાસ કામોની શરૂઆત શહેરના ઈતિહાસમાં એક સિમાચિહ્નરૂપ છે તેમ મોદીએ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષના એમએમઆરડીએ મેદાનમાં જણાવ્યું હતું.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિવસ્મારકનું ભૂમિપૂજન શનિવારે મુંબઈમાં પાર પડ્યું હતું. આ સમયે રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે અને સંભાજીરાજે ભોસલે ઉપસ્થિત હતા. નૌકાદળના હોવરક્રાફ્ટમાંથી બધાને ભૂમિપૂજનના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. રાજ્યના કિલ્લાઓ અને નદીઓમાંથી લાવેલ જળમાટીનું મંત્રોચ્ચાર સાથે જળાર્પણ કરીને વડાપ્રધાન મોદીએ અરબી સમુદ્રમાં ઊભા થનાર ઐતિહાસિક સ્મારકનું ભૂમિપૂજન કર્યું હતું.

3600 કરોડ રૂપિયા ખર્ચ કરીને અરબી સમુદ્રમાં વૈશ્વિક દરજ્જાનું શિવસ્મારક ઊભું કરવામાં આવશે. અરબી સમુદ્રમાં 16 હેકટર એરિયાવાળા ખડક પર આ સ્મારક ઊભું કરવામાં આવશે. એની સાથે શિવકાલીન ઈતિહાસ અને અનેક અદ્યાવત સુવિધાઓ આ ઠેકાણે હશે. છેલ્લા અનેક વર્ષોથી રખડી પડેલું શિવસ્મારકનું કામ ભૂમિપૂજન પછી આખરે હવે શરૂ થશે. નિશ્ચયનો મહામેરુ...બહુજનોનો આધાર...જેવી ઓળખ ધરાવતા શિવાજી મહારાજનો ઈતિહાસ આગામી પેઢીઓ સુધી પહોંચે એ ઉદ્દેશથી આ સ્મારક ઊભું કરવામાં આવી રહ્યું છે.

આ સ્મારકના ભૂમિપૂજનનો કાર્યક્રમ ભવ્ય હોય એમ સરકારે નક્કી કર્યું હતું. એ અનુસાર શુક્રવારથી જ મુંબઈ શિવમય બનાવાયું હતું. શુક્રવારે કાઢવામાં આવેલ ભવ્ય કળશયાત્રા જાણે કે એક ઉત્સવ હતો. એવા ઉત્સવ જેવા વાતાવરણમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ પાર પડ્યો હતો.  સ્મારકના ભૂમિપૂજન માટે રાજ્યની કિલ્લાઓ અને શિવચરિત્ર સાથે સંબંધિત જિલ્લાઓમાંથી માટીના કળશ અને તમામ નદીઓના પાણીવાળા જળકળશ શુક્રવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ બધા કળશ ભૂમિપૂજનના સમયે મહાનુભવોને સુપ્રત કરવામાં આવ્યા હતા.

ભૂમિપૂજન પહેલાં વડાપ્રધાન મોદીએ ગિરગાવ ચોપાટી જઈને જળમાટીના દર્શન કર્યા હતા. એ પછી કળશની જળમાટી લઈને શિવસ્મારક સ્થળે જવા રવાના થયા હતા. અરબી સમુદ્રમાં જે ખડક પર શિવસ્મારક ઊભું થવાનું છે ત્યાં શિવાજી મહારાજના પૂતળા સાથેનો ફ્લોટ તાત્પૂરતો લગાડવામાં આવ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી મોદીએ મંત્રોચ્ચારની સાક્ષીએ જળમાટીનું જળાર્પણ કર્યું હતું.
 
કયા પ્રોજેક્ટ્સનો સમાવેશ
-રૂ. 17,843 કરોડનો 22.5 કિ.મી.ની શિવરી-ન્હાવા શેવા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ, જેમાં 16.5 કિ.મી.ના સમુદ્ર પરનાપુલનો સમાવેશ થાય છે.
-રૂ. 10,986 કરોડનો 23.5 કિ.મી.નો ડીએન નગર-બાંદ્રા-માનખુર્દ મેટ્રો-2બી કોરીડોર પ્રોજેક્ટ.
-રૂ. 14,539 કરોડનો 32 કિ.મી.નો વડારા-ઘાટકોપર-થાણે-કાસરવડલી મેટ્રો-4 કોરીડોર પ્રોજેક્ટ.-રૂ. 52,000 કરોડનું રોકાણ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાના ભાગરૂપે.
-રૂ. 3,6000 કરોડના શિવાજી મહારાજ સ્મારકનો પ્રોજેક્ટ.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM mpdi visit Mumbai and inaugurates the shivajis idol
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended