Home »Maharashtra »Latest News »Mumbai» PM Has Made A Statement On The Issue Of CM Debt Dorgiveness

CM કરજ માફીના મુદ્દે PM પાસે નિવેદન આપે: શિવસેના

Bhaskar News, Mumbai | Mar 16, 2017, 02:55 AM IST

  • CM કરજ માફીના મુદ્દે PM પાસે નિવેદન આપે: શિવસેના,  mumbai news in gujarati
મુંબઈ:ખેડૂતોની કરજમાફીના સંદર્ભે શિવસેનાના મંત્રીઓએ બુધવારે મુખ્યમંત્રીની મુલાકાત કરી હતી. આ બેઠકમાં શિવસેનાના પરિવહન મંત્રી દિવાકર રાવતે કરજમાફીના બાબતે મુખ્યમંત્રીએ વડાપ્રધાન સમક્ષ નિવેદન કરવું એવી માગણી કરી હતી. એ પછી વડાપ્રધાન જે જવાબ આપશે એ મહારાષ્ટ્રની જનતાને જણાવવું એવી માગણી શિવસેનાએ કરી હતી. 

વડાપ્રધાનના જવાબ પર જ સભાગૃહનું કામકાજ ચાલવા દેવું કે નહીં એ અમે નક્કી કરશું એમ રાવતે જણાવ્યું હતું. ખેડૂતોની કરજમાફીના સંદર્ભે શિવસેનાના મંત્રીઓ પણ વડાપ્રધાનને ટૂંક સમયમાં મળશે. જ્યાં સુધી વડાપ્રધાનની કરજમાફીના સંદર્ભે ભૂમિકા જણાય નહીં ત્યાં સુધી સભાગૃહનું કામકાજ ચાલવા નહીં દઈએ એમ દિવાકર રાવતે કહ્યું હતું. કરજમાફીના મુદ્દા પરથી શિવસેના આક્રમક વલણ છોડીને મવાળ ધોરણ સ્વીકારે એવી શક્યતા છે. માતોશ્રી પર તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના મંત્રીઓની બેઠક થઈ હતી.

બેઠક પૂરી થયા પછી રામદાસ કદમે પત્રકારોને આ બાબતે માહિતી આપી હતી. કરજમાફીના મુદ્દા પરથી વિધાનમંડળનું કામકાજ વારંવાર સ્થગિત થાય છે. એ રાજ્યના હિત વિરુદ્ધ છે. સભાગૃહનું કામકાજ ચાલે અને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ પણ આવે એવી શિવસેનાની ભૂમિકા છે. તેથી મુખ્યમંત્રીએ વડાપ્રધાનની મુલાકાત લઈને વહેલાસર ઉકેલ કાઢવો એવી માગણી મુખ્યમંત્રી પાસે કરશે એમ કદમે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શિવસેનાના મંત્રીઓ મુખ્યમંત્રીને મળવા રવાના થયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Has Made a Statement on the Issue of CM Debt Dorgiveness
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended