Home »Maharashtra »Latest News »Mumbai» Pawar Rejected The Proposal Of The Presidential Candidate

મુંબઈ: રાષ્ટ્રપતિપદના ઉમેદવારનો પ્રસ્તાવ પવારે ઠુકરાવી દીધો

Bhaskar News, Mumbai | May 19, 2017, 04:59 AM IST

  • મુંબઈ: રાષ્ટ્રપતિપદના ઉમેદવારનો પ્રસ્તાવ પવારે ઠુકરાવી દીધો,  mumbai news in gujarati
મુંબઈ:રાષ્ટ્રપતિપદની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસનો મોટો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનવાનો પ્રસ્તાવ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આપ્યો હતો. જોકે શરદ પવારે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

- રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સોનિયા ગાંધીએ પવારને પ્રસ્તાવ મૂક્યો હતો

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે દાવો કર્યો હતો કે આ પ્રસ્તાવ ખુદ સોનિયા ગાંધીએ પવાર સામે મૂક્યો હતો. જોકે પવારે તે ફગાવી દીધો છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે રાષ્ટ્રપદની ચૂંટણી લડવાનો નથી એવું પવાર કાયમ રહેતા આવ્યા છે. રાષ્ટ્રવાદીનો એવો પ્રયાસ છે કે યુપીએના બધા ઘટક પક્ષોએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એક સંયુક્ત ઉમેદવાર આપવો, એમ પણ મલિકે જણાવ્યું હતું. શરદ પવારે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી લેવી એવી યુપીએના અનેક નેતાઓની ઈચ્છા છે, પરંતુ થોડા દિવસ પૂર્વે મુંબઈમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતી વખતે શરદ પવારે જણાવ્યું હતું કે એનડીએ પાસે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારને જિતાડવા માટે આવશ્યક બહુમત છે. આથી આ ચૂંટણીમાં મોટી ઊથલપાથલ થવાની શક્યતા છે.

બીજી બાજુ યુપીએ પાસેથી રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવાર આપવા બાબતે વાતચીત ચાલુ છે. આ સંબંધમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. આ પછી મમતાએ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની પણ મુલાકાત લીધી હતી. બંનેમાં વિવિધ મુદ્દાઓ સાથે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pawar Rejected The Proposal Of The Presidential Candidate
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended