Home »Maharashtra »Latest News »Mumbai» Pankaja Munde Chapter Corruption In Clean Chit

મુંબઈ: ચિક્કી ભ્રષ્ટાચાર પ્રકરણમાં પંકજા મુંડેને ક્લીન ચિટ

Bhaskar News, Mumbai | Dec 22, 2016, 04:21 AM IST

  • મુંબઈ: ચિક્કી ભ્રષ્ટાચાર પ્રકરણમાં પંકજા મુંડેને ક્લીન ચિટ,  mumbai news in gujarati
મુંબઈ:બહુચર્ચિત ચિક્કી ભ્રષ્ટાચાર પ્રકરણે રાજ્યના મહિલા કલ્યાણ અને બાળવિકાસ મંત્રી પંકજા મુંડેને ક્લિનચીટ મળી હતી. એન્ટિ કરપ્શન બ્યુરોએ (એસીબી) ચિક્કી ભ્રષ્ટાચારની ફાઈલ બંધ કરી હતી. એસીબીએ પોતાનો તપાસ અહેવાલ ગૃહમંત્રાલય પાસે મોકલ્યો હતો. કથિત પ્રકરણમાં ક્લિનચીટ મળવાથી પંકજા મુંડેને રાહત મળી હતી. 

એસીબીએ ગૃહમંત્રાલયને અહેવાલ મોકલ્યો

એક દિવસમાં કેટલા કોન્ટ્રેકટ આપવા એ સંદર્ભે પૂર્ણ અધિકાર સંબંધિત ખાતાના મંત્રી અને ખાતાને હોવાનું સ્પષ્ટીકરણ એસીબીએ પોતાના તપાસ અહેવાલમાં જણાવ્યું છે. કોન્ટ્રેકટરની પસંદગી યાદીમાંથી જ થતી હોઈ ઈ-ટેંડરિંની જરૂર નથી. ઉપરાંત મહારાષ્ટ્રમાં લાખો આંગણવાડીઓ છે. તેમને દરરોજ અનેક વસ્તુઓની જરૂર પડે છે. દોષીઓ પર વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે એમ એસીબીએ સ્પષ્ટ કર્યું હતું. 

પંકજા મુંડે પર કેટલાક મહિનાઓ પહેલાં બાળકોને પોષક આહારના માધ્યમ દ્વારા આપવામાં આવતી ચિક્કી અને અન્ય સામગ્રીની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ કર્યો હતો. પંકજાએ નિયમ કોરાણે મૂકીને એક દિવસમાં 24 અધ્યાદેશ કાઢ્યા હતા. 206 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર પ્રકરણે વિરોધીઓએ પંકજાના રાજીનામાની માગણી કરી હતી. સત્ર દરમિયાન વિરોધીઓએ ખૂબ ધાંધલ મચાવી હતી. દરમિયાન રાજ્યના મંત્રી ચંદ્રકાંત પાટીલે આ વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે પંકજાની જેમ અમારા મંત્રીઓ પર છાશવારે આરોપો લગાવવામાં આવે છે.

આજકાલ આરટીઆઈમાંથી માહિતી કઢાવવાની અને એ અધૂરી માહિતી પર આરોપબાજી કરવાની જાણે ફેશન નીકળી..  પડી છે. જોકે પંકજાની જેમ અમારા મંત્રીઓ પર છાશવારે આરોપ થાય છે તે સહન કરવાની અમને આદત પડી ગઈ છે. આખરે પંકજાની જેમ તેમાંથી અમને ક્લીન ચિટ મળી જ જાય છે. મુખ્ય મંત્રી પણ વારંવાર આ વાત કહે છે, પરંતુ વિરોધીઓ આરોપબાજી છોડતા નથી, જ્યારે અમે અમારું કામ નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pankaja Munde Chapter Corruption in Clean Chit
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext