Home »Maharashtra »Latest News »Mumbai» Nine Legislative Assembly Revokes Suspension In Mumbai

મુંબઈ: 9 વિધાનસભ્યોનું સસપેન્શન પાછુ ખેંચવામાં આવ્યું

Bhaskar News, Mumbai | Apr 02, 2017, 04:14 AM IST

  • મુંબઈ: 9 વિધાનસભ્યોનું સસપેન્શન પાછુ ખેંચવામાં આવ્યું,  mumbai news in gujarati
મુંબઈ:ખેડૂતોની કરજમાફીના મુદ્દે ધાંધલ મચાવવાના અને બજેટની નકલો બાળવાના આરોપ પરથી સસપેન્ડ કરવામાં આવેલા 19માંથી 9 વિધાનસભ્યોનું સસપેન્શન શનિવારે પાછુ ખેંચવામાં આવ્યું હતું. દીપક ચવ્હાણ, સંગ્રામ થોપટે, નરહરી ઝિરવળ, દત્તાત્રય ભરણે, અબ્દુલ સત્તાર, ડી.પી. સાવંત, વૈભવ પિચડ, અવધૂત તટકરે અને અમિત ઝનકનું સસપેન્શન પાછુ ખેંચવામાં આવ્યું હતું.

રાજ્યનું બજેટ રજૂ કરવાના સમયે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાનસભ્યોએ ખેડૂતોની કરજમાફીના મુદ્દા પરથી ધાંધલ મચાવી હતી. સભાગૃહમાં બેનર ફરકાવવા, તાળીઓ વગાડીને નાણા મંત્રીના ભાષણમાં અડચણ ઊભી કરવી તેમ જ વિધાનભવનના પરિસરમાં બજેટની નકલો બાળવાના આરોપ આ તમામ વિધાનસભ્યો પર હતા. એમાં ગેરવર્તણુક કરવાનો આરોપ મૂકીને રાજ્ય સરકારે 22 માર્ચના 19 વિધાનસભ્યોને સસપેન્ડ કર્યા હતા.

31 માર્ચ સુધી આ સસપેન્શન કરવામાં આવ્યું હતું. એના વિરુદ્ધ પણ વિરોધીઓએ આંદોલન કર્યું હતું. સસપેન્શન પાછુ ખેંચાયા વિના વિધાનસભાના કામકાજમાં સહભાગી ન થવાનો નિર્ણય કોંગ્રેસ-રાષ્ટ્રવાદીએ લીધો હતો. આ પાર્શ્વભૂમિ પર સકારાત્મક પગલું ભરતા સરકારે 9 વિધાનસભ્યોનું સસપેન્શન પાછું ખેંચ્યું હતું. 

કોંગ્રેસના સસપેન્ડ થયેલા વિધાનસભ્યો

અમર કાળેઆર્વી. મતદારસંઘ, વર્ધા
વિજય વડેવટ્ટીવાર. બ્રહ્મપુરી, ચંદ્રપુર
હર્ષવર્ધન સકપાળ. બુલઢાણા
અબ્દુલ સત્તાર. સિલ્લોડ,ઔરંગાબાદ
ડી.પી. સાવંત. નાંદેડ, ઉત્તર
સંગ્રામ થોપટે. ભોર, પુણે
અમિત ઝનક. રિસોડ, વાશિમ
કુણાલ પાટીલ. ધુળે ગ્રામીણ
જયકુમાર મોરે.  માણ, સાતારા

NCPના સસપેન્ડ થયેલા વિધાનસભ્યો

ભાસ્કર જાધવ. ગુહાગર સંઘ,રત્નાગિરી
જિતેન્દ્ર આવ્હાડ. કલવા, થાણે
મધુસૂદન કેંદ્રે. ગંગાખેડ, પરભણી
સંગ્રામ જગતાપ. અહમદનગર
અવધુત તટકરે. શ્રીવર્ધન, રાયગઢ
દીપક ચવ્હાણ. ફલટણ, સાતારા
નરહરી જિરવાળ. દિંડોરી, નાશિક
વૈભવ પિચડ. અકોલે, અહમદનગર
રાહુલ જગતાપ. શ્રીગોંદા, અહમદનગર
દત્તાત્રય ભરણે. ઈંદાપુર, પુણે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nine Legislative Assembly Revokes Suspension in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended