Home »Maharashtra »Latest News »Mumbai» New Securities Delcation Regarding Board Exam In Mumbai

મહારાષ્ટ્રમાં બોર્ડનું પ્રશ્નપત્ર ફોરવર્ડ કરનારા પણ મુશ્કેલીમાં

Bhaskar News, Mumbai | Mar 17, 2017, 03:01 AM IST

  • મહારાષ્ટ્રમાં બોર્ડનું પ્રશ્નપત્ર ફોરવર્ડ કરનારા પણ મુશ્કેલીમાં,  mumbai news in gujarati
મુંબઈઃ  બારમા ધોરણના પેપર વોટ્સએપ પર ફૂટી તા એ વાયરલ થયા પ્રકરણે વાશી પોલીસે કરેલી કાર્યવાહી બાદ અનેક જણે રાહતનો શ્વાસ લીધો હતો. પણ એ પછી મુંબઈના અનેક વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થાય અેવી શક્યતા છે. આ પેપર વોટ્સએપ પર ફોરવર્ડ કરનાર અનેક વિદ્યાર્થીઓ પર બોર્ડ કાર્યવાહી કરશે. પોલીસે આપેલા અહેવાલમાં જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હશે તેમને પર કાર્યવાહીનો દંડુકો ઉગામવામાં આવશે.
 
રાજ્ય શિક્ષણ મંડળ તરફથી લેવામાં આવતી બારમા ધોરણની પરીક્ષા દરમિયાન મુંબઈ વિભાગમાંથી એક પછી એક ચાર પેપર વોટ્સએપ પર વાયરલ થવાથી શિક્ષણક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણે વાશી પોલીસે મુખ્યાધ્યાપકો સહિત શિક્ષકો અને કોચીંગ ક્લાસ ચાલકોની તાજેતરમાં ધરપકડ કરી હતી. આ ધરપકડથી શિક્ષમ વિભાગ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી હતી. આ પ્રકરણે અત્યાર સુધી 150થી વધુ વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ હોઈ અનેકની ધરપકડ કરવામાં આવી છે.

ત્રણ વર્ષથી ચાલી રહેલા આ વોટ્સએપ વાયરલને કારણે બોર્ડની મોટા પ્રમાણમાં ટીકા થવાથી આ વખતે બોર્ડે આ પ્રકરણ ગંભીરતાથી લીધું છે. અત્યારે બોર્ડ પોલીસના અહેવાલની રાહ જોતું હોઈ એ મળ્યા પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે. એ અનુસાર બોર્ડે એપ્રિલમાં વિશેષ બેઠક આયોજિત કરી હોઈ આ બેઠકમાં આ પ્રકરણમાં દોષીઓ પર શું કાર્યવાહી કરવી એનો નિર્ણય લેવામાં આવશે. એમાં મુખ્યત્ત્વે વોટ્સએપ પરથી પેપર ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થશે.  એ પછી જે વિદ્યાર્થીઓએ વોટ્સએપ પર આ પેપર અન્ય વિદ્યાર્થીઓને ફોરવર્ડ કર્યું હશે તેમને પણ સજા થશે. રાજ્ય શિક્ષણ મંડળના મુંબઈ વિભાગના અધ્યક્ષ દત્તાત્રય જગતાપે જણાવ્યું હતું કે અનેક વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અત્યારે બોર્ડ પોલીસના અહેવાલની રાહ જોઈ રહ્યું છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Maharashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New securities delcation regarding board exam in Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended